સુરતઆમ આદમી પાર્ટીના પૂર્વ નેતા (Former leader of Aam Aadmi Party)અને શહેરના ઉદ્યોગપતિમહેશ સવાણી સુરતમાં સ્ટેજ પર ભાજપનો ખેસ પહેરીને જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે જ્યારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાનેસંબોધિત કરવા પહોંચ્યા હતા. ત્યારે પણ તેઓની એક તસવીર સામે આવી છે. જે ફોટામાં જોવા મળી રહ્યું છે કે મહેશ સવાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત (Mahesh Savani met PM Modi) કરી રહ્યા છે.
ETV Bharat / assembly-elections
મહેશ સવાણી મળ્યા પીએમ મોદીને, બીજેપીનો ખેસ પહેરીને કરી રહ્યા છે પ્રચાર - Mahesh Savani met PM Modi
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા (Former leader of Aam Aadmi Party) મહેશ સવાણીના સૂર બદલાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરવા સુરત ગયા હતા તે સમયની એક તસવીર સામે આવી છે. જેમાં મહેશ સવાણીએ ભાજપનો ખેસ પહેર્યો છે. મહેશ સવાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે (Mahesh Savani met PM Modi) મુલાકાત કરી રહ્યા નજરે પડી રહ્યા છે.

ચર્ચાના વિષયઆમ આદમી પાર્ટીના પૂર્વ નેતાને જાણીતા હીરા વેપારી મહેશ સવાણી ફરી રાજકારણમાં ચર્ચાના વિષય બન્યા છે. તબિયતના સારી ના હોવાના કારણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) છોડનાર મહેશ સવાણી ભાજપના પ્રચાર કરી રહ્યા છે. તેઓ સુરતના કતારગામ વિધાનસભા બેઠકના (Katargam assembly seat) ચૂંટણી પ્રચાર માટે સ્ટેજ પર જોવા મળતા રાજકારણ ઘરમાં આવ્યું હતું. હવે ફરી એક વખત પીએમ મોદી સાથે તેમની મુલાકાતના કારણે લોક ચર્ચાનું કારણ બન્યું છે. તેઓ હીરા ઉદ્યોગપતિ સાથે સામાજિક આગેવાન પણ છે. 5000 અનાથ દીકરીઓ પાલક પિતા પણ મહેશ સવાણી છે. પીએમ મોદી જ્યારે સુરતમાં આવવાના હતા ત્યારે તેઓ એક વીડિયોના માધ્યમથી ભાજપને ચૂંટણીમાં જીતાડવા માટે અપીલ પણ કરી હતી. અને આ વીડિયોમાં પીએમ મોદીની પ્રશંસા કરી હતી.
પાટીદાર ઉમેદવારમહેશ સવાણીએ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત છે અને તેઓએ અપીલ પણ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં જંગી મતોથી જીતાડવામાં આવે. સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં તેઓ આ માટે પ્રચાર કરી રહ્યા છે. કારણ કે ત્યાં પાટીદાર ઉમેદવાર ભાજપના ખૂબ જ સશક્ત છે. તેઓ જીતે આ માટે છેલ્લા ઘણા સમયથી તેઓ પ્રચાર કરી રહ્યા છે. આ જોતા એવું પણ લાગે છે કે આમ આદમી પાર્ટીના પુર્વ નેતા મહેશ સવાણીના સુર બદલાયા છે.