ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

અમે ત્રિપાખીય જંગમાં માનતા જ નથી, લિંબાયત બેઠક ખૂબ જ જંગી બહુમતીથી જીતીશું:સંગીતા પાટીલ - લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ

વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓમાં ભારે (Limbayat Assembly candidate) ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ (Limbayat Legislative Assembly MLA Sangitaben Patil) પણ ઉમેદવારી પત્ર ભરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ભવને પહોંચ્યા હતા.

અમે ત્રિપાખીય જંગમાં માનતા જ નથી, લિંબાયત બેઠક ખૂબ જ જંગી બહુમતીથી જીતીશું:સંગીતા પાટીલ
અમે ત્રિપાખીય જંગમાં માનતા જ નથી, લિંબાયત બેઠક ખૂબ જ જંગી બહુમતીથી જીતીશું:સંગીતા પાટીલ

By

Published : Nov 12, 2022, 8:22 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરત:ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇ ફોર્મ ભરવાની તારીખોને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષોના ઉમેદવારોની તેજ હલચલ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોત પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે આજરોજ 163 લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ (Limbayat Legislative Assembly MLA Sangitaben Patil) પણ ઉમેદવારી પત્ર ભરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ભવને પહોંચ્યા હતા.

અમે ત્રિપાખીય જંગમાં માનતા જ નથી, લિંબાયત બેઠક ખૂબ જ જંગી બહુમતીથી જીતીશું:સંગીતા પાટીલ

બે ટર્મથી લિંબાયતના ધારાસભ્ય: લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ માથે સાફો અને ગાળામાં હાર પેહરી ઉમેદવારી પત્ર (Sangitaben Patil came to fill the nomination papers) ભરવા પહોંચ્યા હતા. સંગીતાબેન પાટીલ છેલ્લા બે ટર્મથી લિંબાયતના વિધાનસભાના ધારાસભ્ય છે. પાર્ટીએ ત્રીજી વખત વિશ્વાસ મૂકી તેમને ટિકિટ આપી છે.

અમે ત્રિપાખીય જંગમાં માનતા જ નથી, લિંબાયત બેઠક ખૂબ જ જંગી બહુમતીથી જીતીશું:સંગીતા પાટીલ

સંગીતા પાટીલનું નિવેદન:ભારતીય જનતા પાર્ટીના (Statement by Sangeeta Patil) અમારા કાર્યકર્તાઓ તથા વડોદરાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના રંજનબેન ભટ્ટ, સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા મારી સાથે આવ્યા છે.આ બતાવી રહ્યું છે કે, 163 લિંબાયત વિધાનસભા ની બેઠક ખૂબ જ જંગી બહુમતીથી જીતીશું. વિકાસના મુદ્દાઓને લઈને અમે મેદાનમાં ઉતાર્યા છીએ. અમે ત્રિપાખીય જંગ માનતા જ નથી. અમે વિકાસ ના મુદ્દા જે દસ વર્ષમાં કામો કર્યા છે. તે કામ લઈને મેદાનમાં ઉતારીયા છીએ.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details