ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

રાજકોટમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહી આ વાતો

વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly election 2022) લઈને રાહુલ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટમાં સભા સંબોધવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે (rahul gandi at sastri madan in rajkot) આવતા લોકોને અભિવાદન કર્યું હતું. તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.

રાજકોટમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહી આ વાતો
રાજકોટમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહી આ વાતો

By

Published : Nov 21, 2022, 7:11 PM IST

Updated : Nov 21, 2022, 7:26 PM IST

રાજકોટ: રાહુલ ગાંધીએ (Rahul gandhi visit rajkot) વધુમાં જણાવ્યું હતું કે, આજે બે ભારત બની રહ્યા છે. એક ગરીબોનું અને એક અમીરોનું. અમારે એક ભારત બનાવવું છે, માટે ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ. અમારે બે ભારત નથી જોઇતા. ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલે રસ્તો દેખાડ્યો છે. ભારતના બે-ત્રણ અબજોપતિ ઉદ્યોગપતિ જે કરવા માગે તે કરી શકે છે. દરેક ક્ષેત્રે જવા માટે ભાજપ એમને મદદ કરે છે.

હું ભટકી ગયો હતો: રાજકોટના કાર્યક્રમમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંઘીની માફી માગતા જણાવ્યું હતું કે, રાહુલજી સ્ટેજ પરથી લોકો સમક્ષ હું માફી માગુ છું. વર્ષોથી મારી પેઢી કોંગ્રેસ સાથે હતી વચ્ચે હું AAPમાં ચાલ્યો ગયો હતો. મને ખબર પડી કે તે કટ્ટર ઇમાનદાર નથી, તેઓ કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેઓ કટ્ટર દેશભક્ત નથી પણ દેશ વિરોધી છે. હું ભટકી ગયો હતો.

યુવાનોને રોજગારી મળતી નથી: યુવાનોને રોજગારી મળતી (Rahul Gandhi said these things in Rajkot) નથી. 45 વર્ષની આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં જોવા મળી રહી છે. સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી. મોંઘવારી અને બેરોજગારી બધુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે.ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધી જશે અને ત્યાં તિરંગો લહેરાવીશું. આ યાત્રામાં 120 દિવસ જેટલો સમય લાગશે. યાત્રામાં યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ, મજૂરો સાથે વાત થઈ રહી છે.

લોકો અમને બહુ જ પ્રેમ આપી રહ્યા છે:રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકો અમને બહુ જ પ્રેમ આપી રહ્યા છે. બધી જગ્યાએ લાખો લોકો આવી રહ્યા છે. રોજ સવારે 5 વાગ્યે લોકો આવે છે અને 6 વાગ્યે યાત્રા શરૂ કરીએ છીએ અને રાત્રે 8 વાગ્યે યાત્રા પૂરી કરીએ છીએ, પરંતુ અમને થાક લાગતો નથી. દુખ એ વાતનું છે કે, યાત્રા ગુજરાતથી શરુ ના થઈ. હજારો યુવાનો સાથે મેં વાત કરી છે તેઓ પોતાના સપના વિશે વાત કરે છે. કોઈ કહે છે ડોક્ટર-એન્જિનિયર બનવું હતું પણ આજે મજૂરી કરીએ છીએ, પિઝા ડિલિવરી કરવા જવું પડે છે.

પાક નિષ્ફળ જાય છતાં એક રૂપિયો મળતો નથી: રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું (Rahul Gandhi said these things in Rajkot) હતું કે, ખેડૂતો કહે છે કે રાહુલજી વાત સમજમાં આવતી નથી. દેશના ત્રણ-ચાર અબજોપતિ બિઝનેસ મેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે. અમે તો 50 હજાર કે 1 લાખ રૂપિયાની લોન લઈએ છીએ તો આપણી લોન માફ કેમ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો તેને ડિફોલ્ટર જાહેર કરાઇ છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે. પાક નિષ્ફળ જાય છતાં એક રૂપિયો મળતો નથી. આ બધું સાંભળીને મને ઘણું દુખ થાય છે.

Last Updated : Nov 21, 2022, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details