ગુજરાત

gujarat

By

Published : Nov 16, 2022, 9:55 PM IST

ETV Bharat / assembly-elections

કાલોલ વિધાનસભા બેઠક પર જામ્યું પારિવારિક યુદ્ધ

સત્તાની સુંવાળી જાજમ પર પદ પામવા માટે નેતાઓના પરિવારમાં કંઇ કંઇ દ્રશ્યો ભજવાતાં રહે છે. કોઇ પણ પક્ષમાંથી હોઇએ પણ ગાદી પર હોઇએ એ મહત્ત્વનું સમજીને પિતાપુત્ર, ભાઈબહેન, પતિપત્નીના સંબંધો ( Prabhatsinh Chauhan Family conflicts ) સામ સામી પાટલીઓ પર ગોઠવાઇ જતાં હોય એવું ક્યારેક લાગે. વાત છે કાલોલ વિધાનસભા બેઠક (Kalol Assembly Seat) અને પ્રભાતસિંહ ચૌહાણ પરિવારની.

કાલોલ વિધાનસભા બેઠક પર જામ્યું પારિવારિક યુદ્ધ
કાલોલ વિધાનસભા બેઠક પર જામ્યું પારિવારિક યુદ્ધ

પંચમહાલવિધાનસભાની ચૂંટણીઓ આવે એટલે કોઈને જોડવાનું તો કોકને તોડવાનું રાજકરણ શરૂ થઈ જતું હોય છે ત્યારે પંચમહાલમાં પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇ આ રાજકીય માહોલ છે. કાલોલ વિધાનસભા બેઠક (Kalol Assembly Seat) પર પતિ અને પત્ની સામસામે આવી ગયા છે. હજુ વાત તો ત્યાં અટકતી નથી અહીં પતિ પ્રભાતસિંહ ચૌહાણ એકલા પડી ગયા છે અને પત્ની રંગેશ્વરીબેન અને પુત્રવધૂ સુમનબેન ચૌહાણ ( Prabhatsinh Chauhan Family conflicts ) એકસાથે છે. આ વાત છે પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા બેઠકની.

તોડજોડના રાજકારણમાં પારિવારિક સંબંધોમાંય રાજકારણ

પ્રભાતસિંહ ચૌહાણનો કોંગ્રેસ પર ભરોસો કાલોલ વિધાનસભા બેઠક (Kalol Assembly Seat)નો જંગ ભાજપ અને કોંગ્રેસનો તો છે, પણ પરિવાર વચ્ચે જંગ જામ્યો ( Prabhatsinh Chauhan Family conflicts )હોય એમ કહેવામાં કઈ ઓછું નથી. કાલોલ વિધાનસભા બેઠક પર હાલ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસના ખોળામાં બેઠા છે અને એમને એટલો બધો વિશ્વાસ કોંગ્રેસ પર છે કે તેમને કાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે હજુ સતાવાર તેમની જાહેરાત નથી કરી છતાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી દીધી હતી.જોકે કોંગ્રેસ ટિકીટ આપી પણ છે. ત્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ફતેસિંહ ચૌહાણને આ વખતે કાલોલ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.

પરિવારમાં શું છે વિવાદહવે પારિવારિક વિવાદની વાત કરવામાં આવે તો પ્રભાતસિંહ ચૌહાણની. ભાજપથી નારાજ થઈ ને કે ટિકીટ નહીં મળે એમ સમજીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારે તેમના પત્ની ( Prabhatsinh Chauhan Family conflicts ) એટલે કે ઘોઘંબા તાલુકાના ભાજપના પાર્ટી પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા હવે એ એમ કહે છે કે હું ભાજપ સાથે છું અને ભાજપ સાથે જ રહેવાની છું. જયારે હવે પ્રભાતસિંહના પુત્રવધૂ સુમનબેન ચૌહાણની વાત કરીએ. તો સુમનબેન ગત વિધાનસભામાં કાલોલના ભાજપના ધારાસભ્ય રહ્યાં છે. જો કે આ વખતે ભાજપે આ વખતે તેમને કાલોલ વિધાનસભા બેઠકની (Kalol Assembly Seat) ટિકિટ નથી આપી. તેમની જગ્યાએ ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ત્યારે હવે પ્રભાતસિંહ કહે છે કે મારો પરિવાર મારી સાથે નથી. મને કોઈ ફરક પડતો નથી. મારી પાસે મારા કાર્યકરો છે. ત્યારે સુમનબેન પણ કહે છે કે મારા સસરા કોંગ્રેસમાં જોડાયા એ એમનો અંગત પ્રશ્ન છે. હું ભાજપમાં છું અને ભાજપ સાથે જ રહેવાની છું. હવે જોવાનું રહ્યું કે પ્રભાતસિંહને પરિવારે સાથ નથી આપ્યો તો પ્રજા સાથ આપે છે કે નહીં. પરિણામના દિવસે જ આ ખબર પડી જશે.

ABOUT THE AUTHOR

...view details