ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં કરી ઘર વાપસી - ઇન્દ્રનીલ રાજ્યગુરુ

ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ (Indranil Rajyaguru) આમ આદમી પાર્ટી છોડીને ફરીથી કોંગ્રેસમાં (Indranil Rajyaguru joined the Congress) જોડાયા. CM પદના ચહેરા તરીકે આમ આદમી પાર્ટીમાંથી જાહેર થાય તેવી ઈચ્છા દર્શાવતા હતા.

Etv Bharatઇન્દ્રનીલ રાજ્યગુરુએ  કોંગ્રેસમાં કરી ઘર વાપસી
Etv Bharatઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં કરી ઘર વાપસી

By

Published : Nov 4, 2022, 11:00 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાતના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના આપનો જેની પર સૌથી મોટો મદાર હતો તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ (Indranil Rajyaguru) આમ આદમી પાર્ટી નો છેડો પાડીને ફરીથી કોંગ્રેસમાં (Indranil Rajyaguru joined the Congress) ઘર વાપસી કરી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે શુક્રવારે સાંજે અચાનક દિલ્હી પહોંચી ગયા હતા અને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

ઈશુદાન ગઢવી મુખ્યપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરાયા: ઇન્દ્રનીલ રાજ્યગુરુ બપોર સુધી તો રાજકોટમાં આપની સાથે હતા. અને સાંજે એકા એક જ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. નોંધનીય છે કે, આજે જ ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરાયા હતા, જેના કલાકોમાં જ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી દિધો છે.

સતત અવગણનાથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભારે નારાજ હતા: હજુ તો 220 દિવસ પહેલા જ તેઓ કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ગુજરાતના રાજકારણમાં મોટા વમળો સર્જાયા હતા. એવું પણ જાણવા મળી રહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાગીરી દ્વારા પોતાની સતત અવગણનાથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભારે નારાજ હતા લગભગ એકાદ મહિનાથી જ રાજ્યગુરુની અવગણના શરૂ થઈ ગઈ હતી જે માટે પ્રદેશ કક્ષાના નેતાઓ પણ જવાબદાર હતા.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details