ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વિજય મુહૂર્તમાં CM ભુપેન્દ્ર પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ, રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન

ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં ઘાટલોડિયામાં (ghatlodiya assembly seat) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Bhupendra patel cm gujarat) જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાનએ કહ્યું હતું કે, મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભરતા પહેલા ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયામાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

વિજય મુહૂર્તમાં CM ભુપેન્દ્ર પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ
in-vijay-muhurta-cm-bhupendra-patel-filled-the-nomination-form-held-a-road-show-and-demonstrated-power

By

Published : Nov 16, 2022, 4:39 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) માટે તમામ રાજકીય પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેનો આવતીકાલે એટલે કે 17મી નવેમ્બરે અંતિમ દિવસ છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra patel cm gujarat) ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભરતા પહેલા ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયામાં (ghatlodiya assembly seat) જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (home minister amit shah) પણ હાજર રહ્યા હતા.જ્યાં તેઓ વિરોધીઓ પર વરસ્યા હતા અને કોંગ્રેસને આડે હાથે લીધી હતી.

in-vijay-muhurta-cm-bhupendra-patel-filled-the-nomination-form-held-a-road-show-and-demonstrated-power

મુખ્યપ્રધાન નહિ બદલાય:41 - ઘાટલોડિયા વિધાનસભા ખાતે યોજવામાં આવેલી સભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી પછી પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. 1990થી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે. એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય દેખાડ્યો નથી. મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.

કેન્દ્રિય ગૃહપ્રધાને ગજવી સભા:આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah Union Minister) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી વયસ્થા કરી ને ગયા કે પછી ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. આજે ગુજરાતમાં શાંતિ અને સલામતી ભાજપે અને ગુજરાતની જનતાએ સ્થાપી છે. ગુજરાતમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ છે, જ્યાંથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સ આવતું હતું. આજે ગુજરાતની સરહદ પાર કરતા પહેલા લોકો 10 વખત વિચારે છે.

મેગા રોડ શો: આપને જણાવી દઈએ કે, ઘાટલોડિયામાં સભા બાદ ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જવા રવાના થયા હતા. તેઓને પ્રભાત ચોકથી ગોતા સુધીનો મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. મહત્વનું છે કે માલધારી સમાજના આગેવાનો અને યુવાનો જે થોડા સમય પહેલા સરકાર સામે બાંયો ચઢાવી હતી. તેઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details