સુરત: વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022)માટે મતદાનના ત્રણ દિવસ પહેલા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બંને પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો (road show of prime minister) કરીને જનસભાને સંબોધી હતી જયારે કેજરીવાલે કાપડના વેપારીઓ સાથે બેઠક (AAP in Gujarat Election)કરી હતી. દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 92 બેઠક મેળવી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે (aam aadmi party will form governmnet in gujarat), એટલું જ નહીં તેઓએ સત્યેન્દ્ર જૈનના વીડિયો અંગે જણાવ્યું હતું કે ભાજપ દિલ્હીમાં દરેક વોર્ડમાં વિડીયો બનાવવાની દુકાન ખોલવા જઈ રહી છે.
કેજરીવાલની ભવિષ્યવાણી:દિલ્હીના મુખ્યપ્રધાનના અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં પત્રકારોને સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં મામાની પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.એટલું જ નહીં તેઓએ કાગળ પર લખીને જણાવ્યું હતું કે હું ભવિષ્યવાણી કરું છું કે ગુજરાતમાં 'આપ'નો વિજય થશે.સુરત સહિત અન્ય શહેરોમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલ હુમલા અંગે તેઓએ જણાવ્યું હતું કે બીજેપી અનેક જગ્યા ગુજરાતની જનતા પર હુમલા કરી રહી છે.લોકો કહે છે અમે 'આપ'ને અમે વોટ આપીશું.તેથી બીજેપી બોખલાઈ ગઈ છે.