ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પાટણ જિલ્લામાં 62 ટકા મતદાન, ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં થયા કેદ - ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર

ગઇ કાલે પાટણ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા(Patan assembly seat) બેઠક ઉપર બીજા તબક્કાના મતદાનમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન પાટણ બેઠક ઉપર 66 ટકા થયું છે. ચારે બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કરના એંધાણ જોવા મળ્યા હતા.

પાટણ જિલ્લામાં 62 ટકા મતદાન, ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ
પાટણ જિલ્લામાં 62 ટકા મતદાન, ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ

By

Published : Dec 6, 2022, 12:56 PM IST

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક(Patan assembly seat) ઉપર બીજા તબક્કાના મતદાનમાં(Gujarat Assembly Election 2022) શાંતિપૂર્ણ માહોલમાં મતદાનપૂર્ણ થયું છે. વર્ષ 2017 ની સરખામણીએ વર્ષ 2022 માં 6 ટકા ઓછું મતદાન(Second phase polling) નોંધાયું છે. સૌથી વધુ મતદાન પાટણબેઠક ઉપર 66 ટકા થયું છે. વર્ષ 2017 ની ચૂંટણી કરતા 6 ટકા ઓછુ મતદાન નોંધાયુ છે. ચારે બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કરના એંધાણ જોવા મળી રહ્યા છે.

ઉમેદવારોના ભાવિપાટણ જિલ્લાની પાટણ,રાધનપુર,સિધ્ધપુર અને ચાણસ્મા વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે 62 ટકા મતદાન નોંધાયુ હતું. ગત 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે 6 ટકા ઓછું મતદાન થયું છે. પાટણ જિલ્લાની પાટણ બેઠક ઉપર કોંગ્રેસના ડૉ.કિરીટ પટેલ અને ભાજપના રાજુલબેન દેસાઇ સિધ્ધપુરમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર ભાજપના બલવંતસિંહ રાજપુત રાધનપુરમાં કોંગ્રેસના રઘુભાઇ દેસાઇ ભાજપના લવીંગજી ઠાકોર ચાણસ્મામાં કોંગ્રેસના દિનેશજી ઠાકોર ભાજપના દિલીપજી ઠાકોર અને આપના ઉમેદવારો સહિત ચારેય બેઠકોના કુલ ૪૩ ઉમેદવારોના ભાવિ આજે ઇ.વી.એમ.માં કેદ થયા હતા .

વરમાળા પહેરશે તેનો ફેંસલોઆગામી તારીખ ૮ મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે. ત્યારે 43 માંથી કયા 4 ઉમેદવારો વિજયની વરમાળા પહેરશે તેનો ફેંસલો થશે . આજે સમગ્ર જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રહ્યુ હતું. પરંતુ પાટણના ગુમડા મસ્જિદ બુથ ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના કાર્યકર વચ્ચે ચકમક જરી હતી. પરંતુ પોલીસે મધ્યસ્થીની ભૂમિકા અદા કરી મામલો થાળે પાડયો હતો. જીલામાં કુલ 60 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. જિલ્લામાં કુલ 64 ટકા પુરુષોએ મતદાન કર્યું.

સ્ત્રીઓએ મતદાન16 રાધનપુરમાં 59 ટકા 17 ચાણસ્મામાં 62 ટકા 18 પાટણમાં 66 ટકા 19 સિદ્ધપુરમાં 63 ટકા મતદાન થયું છે . જિલ્લામાં કુલ 62 ટકા મતદાન થયું છે. જિલ્લામાં સ્ત્રી મતઘરોની વાત કરીએ તો 16 રાધનપુરમાં 56 ટકા 17 ચાણસ્મામાં 59 ટકા 18 પાટણમાં 63 ટકા 19 સિદ્ધપુરમાં 62 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. એટલે કે જિલ્લામાં કુલ ૬૦ ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે . પુરૂષ મતદારોની સંખ્યા પર નજર કરીએ તો 16 રાધનપુરમાં 61 ટકા 17 ચાણસ્મામાં64 ટકા 18 પાટણમાં 68 ટકા 19 સિદ્ધપુરમાં 64 ટકા પુરુષોએ મતઘન કર્યું છે. એટલે કુલ 64 ટકા પૂરૂષોએ જિલ્લામાં મતદાન કર્યું છે અન્ય મતદારોની વાત કરીએ તો કુલ જિલ્લામાં 57 ટકા અન્ય મતઘરોએ મતદાન કર્યું છે.

ઉત્સાહભેર મતદાન થયું પાટણમાં આજે બીજા તબક્કામાં ખૂબ ઉત્સાહભેર મતદાન થયું છે.પાટણ જિલ્લામાં વિશેષ મતદાન મથકોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ . જિલ્લામાં ઉભા કરાયેલા 28 સખી મતદાન મથક 4 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન 4 મોલ પોલીંગ સ્ટેશન 4 પોલીંગ સ્ટેશન અને 1 યંગ સ્ટાફ પોલીંગ સ્ટેશનમાં લોકોએ ઉત્સાહભેર મતઘન કર્યું હતુ. આદર્શ મતદાન મથકોને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યા હતા. દિવ્યાંગ મતદાન મથકો પર દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ પણ ઉબલબ્ધ કરવામાં આવી હતી . તો આ તરફ સખી મતઘન મથકો પર મહિલાઓને મત આપવામાં કોઈ અગવડતા ન પડે તે માટેની વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી.

જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર લોકો દિવ્યાંગો વયોવૃદ્ધ લોકો યુવાનો ગૃહિણીઓ વગેરે મતદાન કરવા માટે સવારથી જ ઉમટ્યા હતા .મતદાનના સમય પ્રમાણે સવારે 8 થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન કરવાનુ નિશ્ચિત કરવામાં આવ્યું હતુ. જે મુજબ પાટણ જિલ્લામાં 62 ટકા મતદાન થયું છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. અવસર કેમ્પેઈન અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો. જિલ્લા ચૂંટણી તંત્ર અને તેની સાથે જોડાયેલી ટીમો તેમજ મતઘરોનો ઉત્સાહ અને જિલ્લાના તમામ મતદાન મથકો પર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓના કારણે આજે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.

મતદાન કરવા માટે જુસ્સોમતદાન પૂર્ણ થતા જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કેઆજરોજ સવારથી જ જે રીતે મતઘરોએ મતદાન કરવામાં ઉત્સાહ બતાવ્યો છે.જે રીતે દિવ્યાંગો અને વયોવૃદ્ધ લોકોએ મતદાન કરવા માટે જુસ્સો બતાવ્યો છે તેના થકી જ આજે જિલ્લામાં 62 ટકા મતદાન થયું છે. હું જિલ્લા ચૂંટણીતંત્ર વતી તમામ મતદારોનો આભાર વ્યક્ત કરૂ છુ.

ABOUT THE AUTHOR

...view details