અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ ચરણમાં મતદાન 1 ડીસેમ્બરે (Gujarat First Phase Poll) થવા જઇ રહ્યું છે. તેમાં જે ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે 89 બેઠકોના 788 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે જાણીએ. આમાં જેને અભણની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે.તેમાં કુલ 37 ઉમેદવારનો (Illiterate Candidates) સમાવેશ થાય છે. તો જેમને સાક્ષર ગણવામાં આવ્યાં છે તેમાં 53 ઉમેદવારોનો (Highly Educated candidates ) સમાવેશ કરવામાં આવ્યો છે.
પાંચમી પાસ ઉમેદવારો: પ્રથમ ચરણના ( Gujarat First Phase Poll ) ઉમેદવારોમાં ઓછું પણ શાળામાં અભ્યાસ કર્યો હોય એવા ઉમેદવારોની માહિતી બહાર આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં પહેલા ચરણની 89 બેઠકોના કુલ 788 ઉમેદવારો છે. આ બધાંમાં ધોરણ પાંચમી સુધીનું પ્રાથમિક શિક્ષણ ( Std 5th Pass Candidates ) લીધું હોય તેવા ઉમેદવારોની સંખ્યા 110 છે. જ્યારે ધોરણ 8 સુધીનું શિક્ષણ મેળવનારા 146 ઉમેદવારો છે.
ધોરણ 10 પાસ ઉમેદવારો: નોકરી માટે જતાં યુવાઓને ધોરણ 10 પાસ હોય તો કેવી નોકરીની તક છે તે કહેવાની જરુર નથી. ત્યારે વિધાનસભામાં પહોંચીને નીતિઓ નક્કી કરવા માટે ધોરણ 10 પાસ કરનાર ઉમેદવારોની ( SSC Pass Candidates) સંખ્યા જોઇએ તો તે 142ની છે.સાથે જણાવીએ કે ધોરણ 10 પછી થતાં ડીપ્લોમા કોર્સીસમાં 21 ઉમેદવારોને ડીપ્લોમા હોલ્ડર તરીકે જણાવવામાં આવ્યાં છે.