અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતનીચૂંટણીનો આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. પંરતુ શું તમને ખબર છે કે આ ચૂંટણી પાછળ કેટલો ખર્ચ (Election campaign expenses) થાય છે? અને આ વખતે કેટલા કરોડોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પડશે? જૂઓ અમારા આ ખાસ અહેવાલમાં.
ચૂંટણી પંચને પણ છોડયા નથીમોંઘવારીના મારે હવે ચૂંટણી પંચને પણ છોડયા નથી. કેમકે અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ. કેમકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. પરંતુ તમને ખબર છે. આ ચૂંટણી કરવા માટે કર્મચારીઓના મહેનતાણા આપવા પડે છે. પરિવહન તથા વાહનો પાછળના ખર્ચ (Election campaign expenses) વધવાને લીધે તેમ જ બૂથ અને પોલિંગ સ્ટેશન્સની સંખ્યા વધવાના કારણે ચૂંટણીપંચને આ વખતે 450 કરોડનો ખર્ચ કરવો પડશે. એમ છતા પક્ષ 1000 કરોડ રૂપિયાથી વધારે વાપરશે. નવાઇ લાગશે કે 2017માં અંદાજે 325 કરોડનો ખર્ચ થયો હતો, અને પક્ષને મળીને 650 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
ખર્ચ માટે જોગવાઈવિધાનસભા (Gujarat Assembly Election 2022) અને લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા CEO ઓફિસ ચૂંટણી ખર્ચને લઇને બજેટને લઇને જોગવાઇ કરે છે. ખર્ચના આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે. 2022ની વિધાનસભા ચૂંટણી માટે CEO ઓફિસએ 2022-23ના ચૂંટણી યોજવા માટે 387 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ આ આંકડો વધી શકે છે અને 450 કરોડને વટાવી શકે છે. 2017ની વાત કરવામાં આવે તો તે સમયે વિધાનસભાની ચૂંટણીને લઇને 250 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ખર્ચ રુપિયા 326 કરોડ થયો હતો.
જંગી ખર્ચનો બોજ મોંઘવારી તો હવે સરકારની તિજોરી પર પણ ઘર કરી લીધું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ગુજરાત સરકારની તિજોરી પર જંગી ખર્ચનો બોજ પડશે. 450 કરોડનો ખર્ચ થશે. પરંતુ તેમના પર ચીફ ઈલેક્ટોરલ ઓફિસરના કાર્યલય દ્વારા તેમના પર બાજ નજર રાખવામાં આવશે. 2017માં અંદાજે 111 કરોડનો ખર્ચ ભાજપે કર્યો હતો અને કોંગ્રેસએ 85 કરોડ ખર્ચ કર્યો હતો. 2012માં ભાજપએ 150 કરોડ અને કોંગ્રેસએ 124 કરોડનો ખર્ચ કર્યો હતો. 2007 ભાજપ 14 કરોડનો કર્યો હતો, કોંગ્રેસએ 25 કરોડનો ખર્ચ જેમાં 2012 કરતાં 2017માં પક્ષોએ ઓછો ખર્ચ દર્શાવ્યો હતો. પંચના ખર્ચની વાત કરવામાં આવે તો 125 કરોડના વધારાની સંભાવના જોવા મળી રહી છે. 2012 ની વાત કરવામાં આવે તો અંદાજે 175 કરોડથી વધુનો થયો હતો. 2017ની વાત કરવામાં આવે તો અંદાજે 325 કરોડથી વધારે કરોડનો ખર્ચ થયો હતો. 2022માં અંદાજે 450 કરોડથી વધારે ખર્ચ પંચ દ્રારા કરાયો હતો.