વડોદરા:દિનેશ પટેલ અને સતિશ પટેલે બળવો પોકાર્યો હતો અને તેમણે અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ બળવાને શાંત કરવા માટે આજે ગૃહપ્રઘાન હર્ષ સંઘવી વડોદરા (Home Secretary Harsh Sanghvi visit Vadodara) આવી પહોંચ્યા છે. હર્ષ સંઘવી બળવાખોરોના વિસ્તારના કાર્યકરોને મળશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરશે.
ETV Bharat / assembly-elections
ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવી યુદ્ધના ધોરણે વડોદરા પહોંચ્યા, બેઠકો શરૂ - ગૃહપ્રઘાન હર્ષ સંઘવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરવામાં આવી છે. પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના વાઘોડિયા વિધાનસભાના હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તથા ટિકિટ વાંચ્છું દિનેશ પટેલ અને સતિશ પટેલનું નામ ન હોવાથી તેમણે બળવો પોકાર્યો હતો. આ બળવાને શાંત કરવા માટે આજે ગૃહપ્રઘાન હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે
વડોદરા જિલ્લામાં બળવો શરુ થયો: રાજ્યની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ વડોદરા જિલ્લામાં બળવો થયો હતો. છેલ્લે સુધી વિશ્વાસ જતાવતા ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ હતી. જેને કારણે તેમણે ટિકિટ જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં સમર્થકોની મિટીંગ બોલાવી અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ પાદરામાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ પણ ટીકીટ નહિ મળવાને કારણે નારાજ થયા હતા. નામો જાહેર થયાના બીજા દિવસે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે કરજણ બેઠક પરથી ટિકિટની ઇચ્છા ધરાવનારા સતિશ પટેલે પણ બળવો જાહેર કરીને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી. આ ત્રણેય પોતાના વિસ્તારમાં મજબૂત ઓળખ ધરાવતા હોવાના કારણે પાર્ટીને નુકશાન પહોંચાડી શકે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
ગૃહપ્રઘાન હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા:ઉતરોક્ત સ્થિતીને ધ્યાને રાખીને આજે છેલ્લી સરકારમાં ગૃહપ્રઘાન હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે. તેઓ બળવાખોરો દ્વારા ઉભી કરવામાં આવેલી સ્થિતીનું ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યા છે. તેઓ એક પણ નારાજ ધારાસભ્ય અથવાતો ટિકિટ વાંચ્છુને મળવાના નથી. તેઓ વાઘોડિયા, કરજણ અને પાદરાના કાર્યકર્તાઓ સાથે વાચતીત કરશે અને સ્થિતીનો તાગ મેળવશે. હર્ષ સંઘવીનું વડોદરા આવી પહોંચવું બળવાખોરોને ભાજપ હળવાશમાં નથી લઇ રહ્યું તેના સંકેત છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.