અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat assembly election 2022) મતદાનને ગણતરીને હવે માત્ર થોડા દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અર્થે મોટા મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસમાં પંજાબના લોકસભાના સાંસદ મનીષ તિવારી (manish tiwari congress MP) ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે ભાજપ સરકારને આડા હાથ લીધી હતી અને ઘણા બધા મુદ્દાઓને લઈને પણ તેમણે વિગતો લોકો સમક્ષ મૂકી હતી. મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું (bhartiya janta party) શાસન છે.આટલું લાંબો સમય લોકતંત્ર માટે (Dangerous for democracy) ફાયદાકારક નથી. 1995 થી લઈને 2022 સુધી ભાજપને ગુજરાતની જનતાની મોકો આપ્યો પણ હવે આગામી પાંચ વર્ષ કોંગ્રેસને મોકો આપો. ત્યારે ખબર પડશે કે સાચો વિકાસ (true development) કોને કહેવાય છે.
ભાજપ પર આક્ષેપ: આ ઉપરાંત મનીષ તિવારી એમ ગુજરાતના મોડલને લઈને ઘણા બધા આંકડાઓ પણ સ્પષ્ટ કર્યા હતા તેમના કહેવા મુજબ છેલ્લા આઠ વર્ષમાં જે પ્રમાણે દેશમાં મૂડીવાદીઓને ઉદ્યોગપતિઓ ગરીબો વચ્ચે અસમાનતા સ્પષ્ટ દેખાય રહી છે તે ચિંતાજનક છે. યુપીએસ સરકારના શાસન દરમિયાન 27 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા હતા જ્યારે 2021ના રિપોર્ટ પ્રમાણે 20 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે આવી ગયા છે. દેશના 77% ધન અને સંપત્તિના માલિક માત્ર એક ટકા લોકો છે 2021 22 માં દેશમાં અરબો પતિની સંખ્યા 102 થી 142 થઈ ગઈ છે તેમની પાસે 57.3 લાખ કરોડ ધન સંપત્તિ છે જ્યારે દેશના ૫૦ ટકા લોકો પાસે દેશની સંપત્તિના માત્ર છ ટકા સંશોધનો છે.