ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કચ્છમાં સભાસ્થળે ડાયરાની જમાવટ તો નરેન્દ્ર મોદીના હમશકલે કરાવી મોજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ વેગવાન બનાવી છે તેમજ ઉમેદવારોને જનસમર્થન મળી રહે તે માટે સ્ટાર પ્રચારકો પણ સભા યોજી રહ્યા છે. ત્યારે કચ્છના અંજાર(anjar legislative assembly) ખાતે ડાયરાની રમઝટ જામી હતી. તો લાલજી દેવરીઆ આબેહુબ મોદીની એક્ટિંગ કરી લોકોને મોજ કરાવી રહ્યા હતા.

નરેન્દ્ર મોદીના હમશકલે કરાવી મોજ
નરેન્દ્ર મોદીના હમશકલે કરાવી મોજ

By

Published : Nov 28, 2022, 4:35 PM IST

કચ્છ(અંજાર): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(gujarat legislative assembly 2022) આડે ગણતરીના દિવસો રહ્યા છે. ઉમેદવારો પ્રચાર-પ્રસારના આખરા ચરણમાં(In the final phase of the campaign) છે. ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પાલીતાણા બાદ તેઓ કચ્છના અંજાર(anjar legislative assembly) ખાતે સભાને સંબોધન કર્યું હતું. કચ્છમાં વિધાનસભાની 6 બેઠકો માટે વડાપ્રધાન મોદી(Prime Minister Narendra Modi) પ્રચાર કર્યો હતો.

નરેન્દ્ર મોદીના હમશકલે કરાવી મોજ

ડાયરાની રમઝટ: વડાપ્રધાન મોદીના સભા સ્થળ અંજાર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ અને કચ્છના લોકો હાજરી આપી હતી. ગાયક કલાકાર નિલેશ ગઢવી, ગીતાબેન રબારી અને રાજેશ ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને કચ્છના લોકોએ ડાયરાની મજા માણી હતી.

નરેન્દ્ર મોદીના હમશકલે કરાવી મોજ: ઉપરાંત સભા સ્થળે નરેન્દ્ર મોદીના હમશકલ લાલજી દેવરીઆ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લાલજી દેવરીઆ અદ્દલ વડાપ્રધાન મોદી જેવા દેખાવ સાથે સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. લોકોએ નરેન્દ્ર મોદીના હમશકલ સાથે સેલ્ફી પણ પડાવી હતી. ભાજપના કાર્યકરો એક બાજુ મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. તો લાલજી દેવરીઆ આબેહુબ મોદીની એક્ટિંગ કરી લોકોને મોજ કરાવી રહ્યા હતા. લાલજી દેવરીઆએ વાતચીતમાં જણાવ્યું હતું કે મોદીએ અહીં આવવાની પણ જરૂર નથી. કચ્છની 6 એ 6 બેઠક પર ભાજપ જ આવશે એમાં કોઈ શંકા નથી. તો મોદી પર ગર્વનો અનુભવ કરતાં એક ભાજપ કાર્યકર્તાએ સાતમી વાર માથા પર વાળ કટિંગ કરાવીને મોદી નામ લખાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details