વડોદરા(ડભોઈ):ગુજરાત વિધાનસભા ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આવતીકાલેબીજા તબક્કાનું મતદાન(second Phase of voting) છે. તંત્ર પણ મહત્તમ મતદાન કરવા માટે મતદારો પ્રેરાય એ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે મતદાન કરવાથી દૂર રહેતા મતદારો માટે રમેશભાઈ પટેલ ઉદાહરણ બન્યા છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં તેઓ દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન(Voting in every election despite being handicapped) કરે છે.
બંને હાથે દિવ્યાંગ હોવા છતાં દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરતાં રમેશભાઈ કરંટ લાગી જતાં ગુમાવ્યા હાથ:ડભોઈને પોતાની કર્મભૂમી બનાવી રહેતાં રમેશભાઈ પટેલ મૂળ સંખેડા તાલુકાનાં વતની છે. ડભોઈ નગરની વિશ્રાન્તિ ગ્રીન સોસાયટીમાં રહેતાં મધ્ય ગુજરાત વીજ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2006માં ભાટપુર ગામે ટ્રાન્સફોર્મર ઉપર કામ કરતી વખતે અચાનક જ લાઇટ આવી જતાં વીજ કરંટ લાગ્યો હતો. 11 KVની આ લાઇન ઉપર કરંટ લાગતાં તેમનો હાથ સળગી ગયો હતો. બંને હાથ અત્યંત ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલિક ઓપરેશન કરીને બન્ને હાથ કાપવા પડ્યા હતા.
બંને હાથે દિવ્યાંગ હોવા છતાં દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરતાં રમેશભાઈ પત્નીની મદદથી કરે છે મતદાન: જોકે તે સર્જરી બાદ ધીમે ધીમે તબિયત સારી થઇ હતી. આટલી બધી મુસીબતો હોવાં છતાં પણ 2006 બાદથી અત્યાર સુધી યોજાયેલી દરેક ચૂંટણીમાં એવું નથી બન્યું કે તેઓએ મતદાન ન કર્યું હોય. મતદાન કરવા માટે અવશ્ય તેઓ જાય છે. મતદાન કરતી વખતે સહાયક તરીકે પત્ની શારદાબેનને મદદ માટે લઈ જાય છે. એક વખત તો ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે કુટુંબમાં લગ્ન હતું. પણ મતદાન કરવા માટે ટીંબા આવ્યા અને મતદાન કર્યા પછી જ લગ્નમાં ગયા હતાં.
બંને હાથે દિવ્યાંગ હોવા છતાં દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરતાં રમેશભાઈ મતદાન માટે જાગૃતિ:લોકશાહીને તંદુરસ્ત રાખવા માટે વધુમાં વધુ મતદાન થાય તે ખૂબ જ જરૂરી છે. વહીવટીતંત્ર પણ આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે અવનવા પ્રયાસો હાથ ધરે છે. આ વખતે આ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાવાનું છે. આ દિવસે જ રમેશભાઈ પટેલનો જન્મદિવસ છે. જેને લઇને તેઓ ખૂબ જ ઉત્સાહી અને મક્કમ છે. પોતાના જન્મદિવસે જ મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપશે. બન્ને હાથે દિવ્યાંગ થયા બાદ તેઓ પોતાનાં પત્ની શારદાબેનને સહારે મતદાન કરીને રાષ્ટ્ર ધર્મ નિભાવી રહ્યાં છે, અન્યને પણ મતદાન કરવાની પ્રેરણા આપી રહ્યા છે.