ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ભાવનગરમાં ગત વર્ષ કરતાં 2.48 ટકા ઓછું મતદાન, જાણો કેવો રહ્યો માહોલ... - મતદાનનો માહોલ

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં(First Phase of voting) સરેરાશ 62.89 ટકા મતદાન થયું છે. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. જેમાં ભાવનગરની સાત બેઠકોમાં એકંદરે નિરસતાભર્યા માહોલ વચ્ચે 59.70 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન મહુવાની બેઠક(MAHUWA ASSEMBLY seat) પર 61.96 ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ભાવનગર પૂર્વની બેઠક(Assembly seat of Bhavnagar East) પર 56.08 ટકા થયું હતું.

ભાવનગરમાં ગત વર્ષ કરતાં 2.48 ટકા ઓછું મતદાન
ભાવનગરમાં ગત વર્ષ કરતાં 2.48 ટકા ઓછું મતદાન

By

Published : Dec 2, 2022, 12:17 PM IST

ભાવનગર: ગુજરાતમાં પ્રથમ તબક્કામાં(First Phase of voting) સરેરાશ 62.89 ટકા મતદાન થયું છે. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા ચૂંટણી માટે મતદાનયોજાયું. જેમાં ભાવનગરની સાત બેઠકોમાં એકંદરે નિરસતાભર્યા માહોલ વચ્ચે 59.70 ટકા મતદાન થયું હતું. જે 2017ની ચૂંટણીની તુલનામાં 2.48 ટકા જેવો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ મતદાન મહુવાની બેઠક(MAHUWA ASSEMBLY seat) પર 61.96 ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ભાવનગર પૂર્વની બેઠક(Assembly seat of Bhavnagar East) પર 56.08 ટકા થયું હતું.

ગજાવી રેલીઓ છતાં નિરસતા: અંતિમ તબક્કામાં ભાજપ સહિતના પક્ષોએ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હતી પણ ચૂંટણીનો માહોલ જોવા મળ્યો ન હતો. તેનું પ્રતિબિંબ પ્રથમ તબક્કાના મતદાનમાં જોવા મળ્યું હતું. આજે મતદારોમાં મતદાન પ્રત્યે નિરસતા, છેલ્લાં બે દિવસ દરમિયાન ભાવનગરમાં આ અગાઉના 10 વર્ષમાં જે રીતે ડોર ટુ ડોર પ્રચાર થતો હતો તેવી રીતે પ્રચાર આ વખતે થયો નહીં અને કાર્યકરો મિટીંગ અને કાર્યાલયોમાં રહ્યાં તેમજ નાની નાની બેઠકોને બદલે સભાઓ અને રેલીઓ વધુ થઇ.

મતદારોને આકર્ષવા તંત્ર દ્વારા થીમ બુથ છતાં નિષ્ફળતા

હોસ્પિટલથી દર્દી મતદાન કરવા પહોંચ્યો: ભાવનગર વિધાનસભા સાત બેઠક ઉપર સવારે 8 કલાકે મતદાન શરૂ થયું હતું. લગ્નગાળા વચ્ચે મતદાન પ્રક્રિયા સવારની ગુલાબી ઠંડીમાં પણ મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. બપોરે 3 કલાકે 44 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સવારમાં વૃદ્ધો, મહિલાઓ, પુરુષો મતદાન કરવા પહોંચ્યા હતા. આ સાથે લગ્નના દિવસે ક્યાંક કન્યા તો ક્યાંક વર દ્વારા પોતાના બુથ પર જઈને મતદાન કર્યું હતું. ઇજાગ્રસ્ત દર્દી પણ હોસ્પિટલથી મત આપવા પોહચ્યા હતા. આરતી જોશી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારે પણ પોતાનો મત આપી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવી હતી. પ્રથમ વખત વોટ આપવા પણ યુવક યુવતીઓ પહોંચ્યા હતા.

હોસ્પિટલથી દર્દી મતદાન કરવા પહોંચ્યો

દિગ્જ્જ નેતાઓએ કર્યું મતદાન:ભાવનગર શહેરમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાવનગર પૂર્વના કોંગ્રેસના બળદેવ સોલંકી અને પશ્ચિમના કોંગ્રેસના કે કે ગોહિલે પોતાના મૂળ ગામ વરતેજમાં મતદાન કર્યું હતું. ભાવનગર પૂર્વમાં ભાજપના સેજલબેને મતદાન કર્યું હતું તો કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાએ પોતાના પાલીતાણાના હણોલ ગામે મતદાન કર્યું હતું. ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના રેવતસિંહ ગોહિલને હાલમાં બે દિવસ પહેલા હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું. હોસ્પિટલમાં હોતા છતાં તેઓ પોતાના ગામ મતદાન કરવા પોહચ્યા હતા.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું

મતદારોને આકર્ષવા તંત્ર દ્વારા થીમ બુથ છતાં નિષ્ફળતા:ભાવનગર જિલ્લાની સાત બેઠક ઉપર ચૂંટણી તંત્ર દ્વારા થીમ આધારિત બુથ બનાવવામાં આવ્યા હતા.પિંક અને સખી મતદાન કેન્દ્ર કુલ 49 બનાવવામાં આવ્યા હતા. સાત બેઠકમાં 7 બુથ સ્પેશિયલ થીમ આધારિત બનાવવામાં આવ્યા હતા. મહુવામાં નારીયેળી અને સમુદ્રવાળા, અલંગમાં શિપ જહાજ વાળા, ભાવનગરમાં વિધાનસભા વાળા અને ભાવનગરની ઓળખ આપતા વિક્ટોરિયા પાર્ક, ક્રેસન્ટ સર્કલ અને બટેટા ભૂંગળા, પાવ ગાંઠિયા જેવા પોસ્ટરો દ્વારા ગેટ બનાવીને બુથ ઉભા કરાયા હતા. આ સિવાય મોડેલ બુથ બનાવવામાં આવ્યું હતું જેમાં પિંક બુથ સાથે ફુગ્ગાઓ અને પિસ્તા કલરના માંડવાઓ અને કાપડો સાથે ફુલોનો શણગાર કરાયો હતો. આ સાથે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો હતો.

ન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાએ પોતાના પાલીતાણાના હણોલ ગામે મતદાન કર્યું

મતદાન દરમ્યાન ચકમક: ભાવનગર શહેર અને જિલ્લામાં મતદાન દરમ્યાન કેટલીક ઘટનાઓ ચર્ચામાં રહી હતી. પાલીતાણામાં ભાજપના લોકો ઉઠાવીને માર મારી મતદાન ભાજપ તરફ કરવા કહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે તેમાં કોઈ તથ્ય બહાર આવ્યું નોહતું. આ સિવાય ભાવનગર શહેરમાં પણ EVM મશીન ધીમું ચાલવાની કુંભારવાડા વિસ્તાર સહિત બે ત્રણ વિસ્તારમાં ફરિયાદ ઉભી થઇ હતી. શહેરના કરચલિયા પરા અને મિલેટ્રી સોસાયટીમાં પણ બે પક્ષના વિચારધારા વચ્ચે બુથની આસપાસ બોલાચાલીની ઘટનાના સમાચાર મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details