ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું(gujarat legislative assembly 2022) પ્રથમ તબક્કાનો મતદાન(First Phase of voting) પૂર્ણ થયું છે અને સરેરાશ 62.84% જેટલું મતદાન 19 જિલ્લાની 89 બેઠક ઉપર નોંધાયું છે ત્યારે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા 5 ડિસેમ્બરના રોજ યોજાશે. બીજા તબક્કાને લઈને રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર(Last stage election campaign) કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.
ETV Bharat / assembly-elections
અમદાવાદમાં PM મોદીનો વધુ એક રોડ શો, શાહીબાગથી સરસપુર સુધી કરશે 6 કિમી રોડ શો - ભાજપ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું(gujarat legislative assembly 2022) પ્રથમ તબક્કાનો મતદાન(First Phase of voting) પૂર્ણ થયું છે. સરેરાશ 62.84% જેટલું મતદાન નોંધાયું છે. બીજા તબક્કાને લઈને રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર(Last stage election campaign) કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે ફરી તેઓ અમદાવાદના શાહીબાગથી સરસપુર સુધી રોડ શો(Road show from Ahmedabad's Shahibagh to Saraspur) કરશે. લગભગ 6 કિલોમીટર જેટલો લાંબો રોડ શો યોજાશે.
6 કિમી રોડ શોનું આયોજન: આજે ફરી તેઓ અમદાવાદના શાહીબાગથી સરસપુર સુધી રોડ શો કરશે. આજે બપોરે 3 વાગ્યા બાદ લગભગ 6 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરાયું છે. ગઈ કાલે અમદાવાદમાં 38 કી.મી રોડ શો કર્યો હતો. ખાનપુરના લકી રેસ્ટોરાંથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર (વડાપ્રધાન નગરદેવીના દર્શન કરશે), આઈ પી મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા(ઢાળની પોળ), રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સારંગપુર (બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા) ખાતે પૂર્ણ થશે.
મહાકાળી મંદિરે દર્શન કરશે: ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે અનેક વખત તેઓ અમદાવાદના નગરદેવી એવા લાલ દરવાજા સ્થિત મહાકાળી મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકાળીના દર્શન કરવા લાલ દરવાજા પહોંચશે અને ત્યાંથી જ લકી હોટલથી અથવા અમદાવાદ સર્કિટ હાઉસ તેઓ રોડ શો યોજશે. જ્યારે આ રોડ શો જમાલપુર ખાડીયા વિધાનસભા વિસ્તારમાં ફરીને સરસપુર આંબેડકર હોલ સુધી પહોંચશે.
બાપુનગરમાં વડાપ્રધાન સંબોધશે સભા:બાપુનગર વિધાનસભા ક્ષેત્રના વિક્રમ મિલ ખાતે મહાસભાને સંબોધન કરશે. બાપુનગર અને જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો ત્યાં વર્ષ 2017માં કોંગ્રેસ જીત્યું હતું ત્યારે જમાલપુર ખાડિયા અને બાપુનગર બેઠક બંને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને વર્ષ 2017 માં કોંગ્રેસે ત્યાં ગાબડું પાડીને બેઠકો જીતી હતી ત્યારે આ બંને બેઠકો જીતવા માટે ભાજપ એડીચોટી નું જોર લગાવવામાં આવી રાહયું છે.