ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, બપોરે 3 વાગ્યે અમદાવાદમાં શરૂ થશે રોડ શો

ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીનું(gujarat legislative assembly 2022) 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર(first phase of voting) છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદીએ અત્યાર સુધીમાં 20 રેલીઓ કરી છે.

PM મોદી આવતીકાલથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે,
PM મોદી આવતીકાલથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે,

By

Published : Nov 30, 2022, 5:02 PM IST

Updated : Dec 1, 2022, 1:13 PM IST

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીનું(gujarat legislative assembly 2022) 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનુંમતદાન(first phase of voting) યોજાનાર છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીPrime Minister Narendra Modi) આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદીએ અત્યાર સુધીમાં 20 રેલીઓ કરી છે. બીજા રાઉન્ડના મતદાન પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં કુલ 27 સભાઓ સંબોધી હશે.

બીજા તબક્કાનો પ્રચાર: ગુજરાત હોમ ટાઉન હોવાને કારણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભાજપના પ્રચારની મોટી જવાબદારી છે. વડાપ્રધાન 1 અને 2 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. બે દિવસીય દરમિયાન પીએમ મોદી કુલ 7 જનસભાને સંબોધિત કરવાના છે અને અમદાવાદમાં રોડ શો કરવાના છે.

PMનો કાર્યક્રમ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કા માટે પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પંચમહાલના કલોલ, છોટા ઉદેપુરના બોડેલી, સાબરકાંઠાના હિંમતનગરમાં રેલી કરશે. અહીં બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. પીએમ મોદી ગુરુવારે રાત્રે ગાંધીનગરમાં રોકાશે. 2 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બનાસકાંઠાના કનકરાજ, પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જાહેરસભાઓ કરશે.

અમદાવાદમાં 30 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.

રોડ શોનો રૂટ: બપોરે 3 વાગ્યે રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે.

નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા

અત્યાર સુધી PMની 20 રેલી યોજાઈ:ગુજરાત ચૂંટણી માટે પીએમ મોદીએ 20 નવેમ્બરે સોમનાથ મંદિરની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. 2 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો અને રેલી સાથે બીજેપી પ્રચારનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 20 રેલીઓ કરી છે. આ સાથે તેણે બે કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ રીતે બીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં 27 સભાઓ સંબોધી હશે. ગત વિધાનસભા ચૂંટણી 2017માં વડાપ્રધાન મોદીએ 34 સભાઓ સંબોધી હતી.

Last Updated : Dec 1, 2022, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details