વલસાડ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ(First phase voting complete) થઈ ચૂકી છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ક્યાંક શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ તો ક્યાંક મતદાનની પ્રક્રિયામાં ખલેલ જોવા મળ્યો હતો. તો ક્યાંક વિવાદ પણ ઉભા થયા હતા. ત્યારે વલસાડના ધરમપુરમાં (Dharampur assembly seat) EVM સાથે છેડખાની થઈ હોવાનો વિવાદ સામે આવ્યો હતો.
માજી સરપંચના પ્રવેશને લઈને વિવાદ:ધરમપુર વિધાનસભા બેઠકના કકડકુવા બુથ ઉપર મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ સ્ટાફ EVM બંધ કરી બસમાં જવા રવાના થતા હતા. ત્યારે EVM સિલ કરવામાં જે દોરી ઉપયોગ થાય છે તે સિલ ન કરી હોવાનું તપાસ દરમિયાન ઝોનલ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું. તેમણે ફરી ઇવીએમ બસમાંથી ઉતારી સિલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. ફરી મશીનો નીચે ઉતારીને કામગીરી કરવા સ્કૂલના રૂમ ખોલવામાં આવ્યા હતા. ફરી સિલ કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે સ્કૂલના ઓરડા ખોલવા માટે માજી સરપંચ આનંદ પાસે ચાવી મંગાવી હતી અને તેઓ ચાવી આપવા સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. ત્યારે લોકોને સામાન્ય વ્યક્તિને મતદાન બુથમાં પ્રવેશ ન હોય તો અત્યારે માજી સરપંચના પ્રવેશને લઈને વિવાદ કર્યો હતો.