ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ઈલેક્શન ઈફેક્ટ: 3 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર તો 3 જગ્યાએ મારામારીના દ્રશ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat legislative assembly 2022) બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ(Second phase voting process complete) થઈ ચૂકી છે. 8 ડિસેમ્બરે પરિણામ(Gujarat Assembly Election Result)જાહેર થશે. કોંગ્રેસે ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરીને મતદાન માટે આવ્યા હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. 3 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર થયો હતો તો 3 જગ્યાએ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. 26,409 મતદાન મથકો પૈકી 87 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા હતા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 38 જેટલા ECI એલર્ટ્સ આપવામાં આવ્યા હતા.

8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

By

Published : Dec 6, 2022, 7:45 AM IST

ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat legislative assembly 2022) બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ(Second phase voting process complete) થઈ ચૂકી છે. 8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો(Deciding future of 1621 candidates) થશે. ત્યારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી(Chief Electoral Officer of Gujarat)એ તમામ મતદારો તથા ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

PM મોદી વિરુદ્ધ ફરિયાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મતદાન કરતા જોવા મળે છે ત્યારે બીજા તબક્કામાં તેઓ અમદાવાદની નિશાન શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે મતદાન દરમિયાન અનેક લોકો ત્યાં હાજર થયા હતા તે દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કરીને મતદાન માટે આવ્યા હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. આ બાબતે અમદાવાદના ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને લેખિતમાં જવાબ આપ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે ૨૦૦ મીટરથી દૂર પોતાની ગાડીમાં ઉતરીને મતદાન મથકે ચાલીને આવ્યા હતા. ત્યારે લોકો ભેગા થયા હતા તે સામેથી આવ્યા હોવાની લેખિતમાં જાણ અમદાવાદ ચૂંટણી અધિકારીએ ગુજરાત ચૂંટણી નિર્વાચન અધિકારીને કરી હતી. જે જવાબ ગુજરાત નિર્વાચન અધિકારીએ દિલ્હીમાં રજૂ કર્યો છે.

મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ:મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ બીજા તબક્કાના મતદાન અંગે મતદારોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, મતદાતાઓએ પોતાની જવાબદારી સમજીને મતદાન કર્યું છે. 80 વર્ષથી વધુ વયના વડીલો તથા મતદાન મથક સુધી તકલીફ વેઠીને આવેલા દિવ્યાંગોએ ઉત્સાહથી મતદાન કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર લાવવા-લઈ જવાની વ્યવસ્થા, વ્હિલ ચેરની વ્યવસ્થા જેવી સુવિધાઓ પણ કરવામાં આવી હતી. ક્યાંયથી કોઈ ફરિયાદ મળી નથી. રાજ્યના ઘણા જિલ્લાઓમાં લગ્નપ્રસંગ હોવા છતાં વિધિ કરતાં કરતાં મત આપવા આવેલા તમામ વર-વધુ અને તેમના પરિવારજનોનો તેમણે આભાર માન્યો હતો. તો થર્ડ જેન્ડરના મતદારોનો પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

3 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર:નાયબ મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે ખેરાલુના ત્રણ ગ્રામ્ય વિસ્તારના રહીશોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને એક પણ મત તેમાં નોંધાયા નથી. સ્થાનિક પ્રશ્નો અને આંતરમાળખાકીય પ્રશ્નોના કારણે ત્રણ ગામના નાગરિકોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા આ ત્રણ ગામના 6 બુથ પર લગભગ 5,000 જેટલા મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. પાણીના પ્રશ્ન અને કેટલીક સામાજિક બાબતોને લઈને આ ત્રણ ગામના લોકોએ મતદાનથી દૂર રહ્યા છે. એ સિવાય બીજે ક્યાંયથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો નથી.

3 જગ્યાએ મારામારી: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બે કે ત્રણ જગ્યાઓએ નાની-મોટી ઘટનાઓ બની તે સિવાય તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા અને ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઝપાઝપીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તથા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારના વાહનના તોડફોડની ઘટના જાણવામાં આવી છે. આ ત્રણ સામાન્ય બનાવોને બાદ કરતા રાજ્યમાં અન્ય ક્યાંય કોઈ ઘટનાઓ બની નથી.

ઈવીએમ મશીનો ખરાબ થયા: પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ. સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 5:00 વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 87 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.35 ટકા છે. જ્યારે 88 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.35 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 282 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 1.11 છે.

કેટલી મળી ફરિયાદો:બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા દરમિયાન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 38 જેટલા ECI એલર્ટ્સ આપવામાં આવ્યા હતા. જેમાં EVM અંગેના 26, મતદાન બહિષ્કાર અંગેના 2, ટોળા ભેગા થવાના 4 અને અન્ય 6 મળીને કુલ 38 એલર્ટ્સ મળ્યા હતા. તે તમામ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરીને નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરિયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો (ECI એલર્ટ્સ) દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.

કેટલા કરોડના મુદ્દામાલ ઝડપાયા: ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નજર રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂપિયા 31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂપિયા 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂપિયા 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂપિયા 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂપિયા 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂપિયા 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details