અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat assembly election 2022) પ્રથમ તબક્કામાં ઘણા વરિષ્ઠ નાગરિકો પોતાનો મત આપવા માટે બહાર નીકળી (Enthusiasm for voting even among over 100s) રહ્યા છે. ગુજરાતમાં લગભગ 10,000 મતદારો કે જેઓ 100 અથવા તેથી વધુ વયના છે. 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે ગુરુવારે ઉમરગામમાં પોતાના મતાધિકારનો (kamuben lalabhai patel 100 year old voter voted at umargam) ઉપયોગ કર્યો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં ફેલાયેલી 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,39,76,670 મતદારો મતદાન કરશે જે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
સુરત જિલ્લાની ત્રણ શતાયુ મહિલામતદાતાએ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા.જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામના 103 વર્ષના સવિતાબહેન ઈશ્વરભાઈ પટેલ, માંડવી તાલુકાના બૌધાન ગામના 101 વર્ષના અમીના ઘરિયા, માંડવી તાલુકાના બૌધાન ગામના 101 વર્ષીય મણીબહેન પટેલે મતદાન કર્યું હતું.સવિતાબહેન બૌધાન ગામના પટેલ ફળિયામાં પોતાના પુત્ર કાંતુભાઈ સાથે રહે છે. જુવાનીના દિવસોમાં નજીકમાં તાપી નદી કાંઠેથી બેડલા સાથે પાણી ભરીને ઘરે લાવતા. ખેતીકામ કરવુ, દળણુ દળવુ, નજીકના કુવામાંથી દોરડુ ખેચીને પાણી ભરી લાવતા, ભેંસ દોહવી જેવી તનતોડ મહેનત કરી હતી. આંખે ઓછુ દેખાય છે તથા પ્રેશર સિવાય કોઈ બિમારી નથી.લોકશાહીના મહાપર્વમાં સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરેક ઉંમરના મતદારો પોતાનું યોગદાન આપવા પહોંચ્યા હતા.
વ્હીલચેરમાં મતદાન:મોરબી ખાતે તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. યુવાથી માંડીને 100 વર્ષ વટાવી ચૂકેલા મતદાર ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મોરબીના મહેન્દ્રનગર ખાતે 100 વર્ષ વટાવી ચુકેલા કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બંન્ની માતા-પુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.આ બાબતે કેશરબેન કાવરે હર્ષભેર જણાવ્યું હતું કે, ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા હઉ...તેમના પુત્રી છબીબેન મેરજાએ જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું, મતદાન કરવું જ જોઈએ........