અમદાવાદગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી ( Gujarat Election 2022 )માટે ભારતીય જનતા પાર્ટીએ કુલ 160 ઉમેદવારોના નામની યાદી ( BJP 160 Candidates First List ) જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 83 ઉમેદવારો છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે 77 નામ જાહેર કર્યા છે.ગુજરાત ચૂંટણી 2022 ચૂંટણી પંચે જાહેર કરેલ શિડ્યુલ પ્રમાણે જોઈએ તો પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો માટે મતદાન થશે, જેમાં ભાજપના 6 બેઠકોના નામ જાહેર થવાના બાકી રહ્યા છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે, જેમાં ભાજપના 16 નામ જાહેર થવાની બાકી રહ્યા છે.
ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલનું નામભાજપની યાદીમાં ( BJP 160 Candidates First List )સૌપ્રથમ નામ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સીએમભૂપેન્દ્ર પટેલનું નામ સત્તાવાર જાહેર થઈ ચુક્યું છે. જેને પગલે ઘાટલોડિયા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને તેમનો પરિવાર થલતેજ અને ઘાટલોડિયા વિસ્તારમાં આવીને સ્થાનિકો સાથે ઉજવણી કરી હતી. ભાજપના ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના એડવોકેટ અમીબહેન યાજ્ઞિક ચૂંટણી લડશે. જો કે ઘાટલોડિયા ભાજપનો ગઢ છે અને ત્યાં ભાજપનો ઉમેદવાર રેકોર્ડબ્રેક મત સાથે જીતે છે.
69 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ પ્રધાનોને ટિકિટની વિગત જોઇએ તો ભાજપે જાહેર કરેલ કુલ 160 ઉમેદવારોની યાદીમાંથી 69 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપી છે અને 91 નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. કુલ 24 એસટી અને 14 અનુસુચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. 14 મહિલાને ટિકિટ આપી છે. 4 ડૉકટર અને 4 પીએચડી છે.
રાજ્યકક્ષાના 5 પ્રધાનમાંથી 4ને ટિકિટ ગુજરાતના વર્તમાન રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો પાંચ પ્રધાનમાંથી ચાર પ્રધાનોને ટિકિટ અપાઈ છે. આ કેલિડોસ્કોપમાં મોરબીથી બ્રિજેશ મેરજા કપાયેલા દેખાયાં ( Kaleidoscopic Analysis of BJP 160 Candidates First List ) છે. જ્યારે મજૂરાથી હર્ષ સંઘવી, નિકોલથી જગદીશ પંચાલ, કપરાડા જિતુ ચૌધરી અને વડોદરા મનીષા વકીલને ટિકિટ અપાઈ છે.
રાજ્યકક્ષાના 9 પ્રધાનમાંથી 2 પ્રધાનની ટિકિટ કપાઈ ગુજરાત સરકારના વર્તમાન 9 રાજ્યકક્ષાના પ્રધાનમાંથી બે પ્રધાનની ટિકિટ કપાઈ છે. રાજકોટથી અરવિંદ રૈયાણી અને મહુવા બેઠક પરથી આર સી મકવાણાની ટિકિટ કપાઈ છે. ઓલપાડથી મુકેશ પટેલ, મોરવાહડફથી નિમિષાબહેન સુથાર, સંતરામપુરથી કુબેરસિંહ ડિંડોર, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, પ્રાંતિજ બેઠક પર ગજેન્દ્રસિંહ પરમાર કતારગામ બેઠક પર વિનુ મોરડિયા અને કેશોદ બેઠક પર દેવા માલમને ટિકિટ આપીને રિપિટ કરાયા છે.
હાઈલાઈટ્સ
કયા મોટા માથા કપાયા તેની જગ્યાએ કોને ટિકિટ મળી તે જૂઓ
કચ્છ
નીમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષની ટિકિટ કપાઈ
કેશવ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખને ટિકિટ મળી
અંજાર બેઠક પર વાસણ આહીરની ટિકિટ કપાઈ
અંજાર બેઠક પર ત્રિકમભાઈ છાંગાને ટિકિટ મળી
મોરબી
બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ
કાંતિ અમૃતિયાને ટિકિટ મળી
રાજકોટ
પ્રધાન અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઈ
ઉદય કાનગડને ટિકિટ મળી
રાજકોટ પશ્ચિમમાં વિજય રૂપાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર
ડૉ. દર્શિતા પારસ શાહને ટિકિટ મળી
રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલની ટિકિટ કપાઈ
ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ મળી
આ બેઠક માટે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને અમિત શાહ સાથે બંધબારણે બેઠક કરી હતી
જામનગર ઉત્તર
પૂર્વપ્રધાન હકુભા જાડેજાની ટિકિટ કપાઈ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ મળી
જામનગરની બેઠક માટે રીલાયન્સના પરિમલ નથવાણી દ્વારા પત્ર લખી સ્વચ્છ છબીના ઉમેદવારને ટિકિટ આપવા અપીલ કરાઈ હતી
જામનગર દક્ષિણમાં આર સી ફળદુનો ચૂંટણી લડવાનો ઈન્કાર
દિવ્યેશ અકબરીને ટિકિટ મળી
દ્વારકાપબુભાનો સિક્કો ફરી એકવાર ચાલ્યો
માણાવદરમાં જવાહર ચાવડાને રીપીટ કરાયા
પોરબંદરમાં બાબુ બોખેરીયા પર ફરી પસંદગીનો કળશ ઢોળાયો
વિસાવદર
કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડીયાને ટિકિટ અપાઇ
તલાલામાં ભગા બારડ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયાને તરત જ ટિકિટ
કેશોદ બેઠક પર દેવા માલમ રિપીટ થયા
ધારી બેઠક પર જે. વી, કાકડીયા રિપીટ
સાવરકુંડલા બેઠક પર મહેશ કસવાલા પ્રદેશ મંત્રી ભાજપને ટિકિટ
મહુવા બેઠક પર આરતી મકવાણાની ટિકિટ કાપી શિવા ગોહિલને ટિકિટ આપી
ભાવનગર ગ્રામ્યમાં પરસોત્તમ સોલંકીનો દબદબો કાયમ રહ્યો
ભાવનગર પશ્ચિમમાંથી શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને રીપીટ કરાયા
ગઢડા બેઠક પર સિનિયર ધારાસભ્ય આત્મારામ કપાયા
પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ
બોટાદ
મંત્રી સૌરભ પટેલ કપાયા
ઘનશ્યામ વિરાણીને ટિકીટ મળી
જંબુસર