અમદાવાદ: ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને દરેક પાર્ટીએ પોતાની કમર કસી છે. દરેક પાર્ટીઓ દ્વારા હાલ પોતાના ઉમેદવારોની જાહેરાત કરાઈ રહી છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 'જનતાની સરકાર'ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.
શિક્ષણ:ગુજરાત કોંગ્રેસે જાહેર કાર્લ મેનીફેસ્ટોમાં ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ લગાડવાની વાત કરી છે. ઉપરાંત પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફીમાં ૨૦%નો ઘટાડો કરવાની વાત કરી છે.
પશુપાલન: ગુજરાતમાં હાલમાં પશુઓમાં જે લંપી વાયરસનો કહેર ચાલી રહ્યો છે તેને ધ્યાને લઈને કોંગ્રેસે મેનીફેસ્ટોમાં લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય આપવાની વાત કરી છે. ઉપરાંત પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે.
સૌને ધરના ઘર:કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનીફેસ્ટોમાં સૌને ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાનાની સુવિધા આપવાની વાત કરી છે. ઉપરાંત ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા અપાશે. વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા કરવાની પણ વાત કરી છે.
SC,ST,OBC, લઘુમતી: વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે તે વાતનો ઉલ્લેખ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. ઉપરાંત ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે