ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

CM ભૂપેન્દ્ર પટેલે શિલાજ અનુપમ સ્કૂલ ખાતે કર્યું મતદાન - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન (Second phase voting) ચાલી રહ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel voting) અમદાવાદ ખાતે મતદાન કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ ગુજરાતના વિકાસ માટે તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શિલાજ અનુપમ સ્કૂલ ખાતે મતદાન કર્યું
સીએમ ભૂપેન્દ્ર પટેલે શિલાજ અનુપમ સ્કૂલ ખાતે મતદાન કર્યું

By

Published : Dec 5, 2022, 9:28 AM IST

Updated : Dec 5, 2022, 5:38 PM IST

અમદાવાદ : ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન (Second phase voting) ચાલી રહ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel voting) અમદાવાદ ખાતે મતદાન કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ ગુજરાતના વિકાસ માટે તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ હતી. ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સતત ચર્ચામાં રહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ભાવિનો નિર્ણય થશે. (Gujarat Assembly Election 2022)

CM ભૂપેન્દ્ર પટેલે શિલાજ અનુપમ સ્કૂલ ખાતે કર્યું મ

CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન :અમદાવાદ શહેરમાં સવારમાં જ મતદારો મતદાન મથકોએ પહોંચી ગયા છે અને મત આપવા માટે લાંબી લાઈન લગાવી છે. અમદાવાદ શહેર જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. શીલજ બુથ પર CM ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવી હતી.

બીજા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને શહેરના શીલજ વિસ્તારમાં મતદાન કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભાજપના ઉમેદવાર છે. સાથે જ બીજા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી :વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસમાંથી શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.

Last Updated : Dec 5, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details