ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પાટીદાર સમાજમાંથી આવતા નેતા ઋષિકેષ પટેલને કેબિનેટમાં સ્થાન - Bhupendra Patel Cabinet Minister Rushikesh Patel

વિસનગર પાટીદાર સમાજમાંથી આવતા કદાવર નેતા ઋષિકેષ પટેલને રાજ્યના કેબિનેટમાં (Bhupendra Patel Cabinet Minister Rushikesh Patel) સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં રૂષિકેશ પટેલનો શપથ સમારોહ (Rushikesh Patel Oath Ceremony in Gandhinagar) યોજાયો હતો. હાલ સુધી તેમને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવી પણ સાંજ સુધી વિભાગ સોંપવામાં આવશે.

Etv BharatRushikesh Patel Oath Ceremony in Gandhinagar
Etv BharatRushikesh Patel Oath Ceremony in Gandhinagar

By

Published : Dec 12, 2022, 3:26 PM IST

Updated : Dec 12, 2022, 5:57 PM IST

ગાંધીનગર: આજે રાજ્યના નવા પ્રધાન મંડળની રચના (Bhupendra Patel Cabinet Minister Rushikesh Patel0 કરવામાં આવી છે. આ પ્રધાન મંડળની રચના નો રિપિટ થિયરીથી દૂર રહીને કરવામાં આવી છે. વિસનગરના ધાસાસભ્ય ઋષિકેષ પટેલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, પણ ક્યો વિભાગ તેમને આપવામાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. (Rushikesh Patel Oath Ceremony in Gandhinagar)

રાજકિય કારકિર્દી

ઉંઝાના ઋષિકેષ પટેલે સિવિલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને સૌ પ્રથમ પ્રથમ તેઓ 2007-2012ની ટર્મમાં વિસનગરની બેઠક પરથી વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ 2021-2017ની બીજી ટર્મમાં પણ તે વિધાનસભા પહોંચ્યા હતા. અત્યાર સુધી તેમને કોઈ મહત્વની જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં નહોતી આવી.

સામાજિક પ્રવૃતિઓ

ઋષિકેષ પટેલ પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસનગરના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ મહેસાણના ભારતીય જનતા પાર્ટી મેહેસાણાના પ્રમુખ રહી ચુક્યા છે. 2016માં તેઓ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન રહી ચૂક્યા છે. ખેત-ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રહી ચુક્યા છે.

Last Updated : Dec 12, 2022, 5:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details