ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરતથી ગુજરાત કેબિનેટના પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાનો વિશે જાણો... - Praful Panseriya Oath Ceremony in Gandhinagar

Bhupendra Patel Cabinet Praful Panseriya: ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લીધા હતા. તો ગાંધીનગરમાં પ્રફુલ્લ પાનસેરીયાનો પણ શપથ સમારોહ યોજાયો હતો. જે બાદ કેબિનેટની બેઠકમાં તમામને ખાતાની ફળવણી કરવામાં આવી હતી. જેમાં સુરતથી ગુજરાત કેબિનેટના પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાને આ ખાતા મળ્યા છે. (Praful Panseriya Oath Ceremony in Gandhinagar )

Etv Bharat
Etv BharatBhupendra Patel Cabinet Praful Panseriya

By

Published : Dec 12, 2022, 3:18 PM IST

Updated : Dec 12, 2022, 10:28 PM IST

સુરતકામરેજ વિધાનસભા બેઠક (Kamrej assembly seat) પર ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાની ભવ્યજીત બાદ કામરેજ તાલુકાના ગામડાઓમાં વિજય યાત્રા પણ કાઢી હતી. જો કે આજે પણ ગાંધીનગરમાં શપથ સમારોહમાં (Praful Panseriya Oath Ceremony in Gandhinagar ) ભાગ લીધા બાદ પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ જેવા ખાતાની ફાળવણી કરાય છે.

Bhupendra Patel Cabinet Praful Panseriya

લોકસેવા માટે જાણીતા: પ્રફુલભાઈ પાનશેરીયા (Bhupendra Patel Cabinet Praful Panseriya) પહેલાથી જ લોકસેવા માટે એમના મત વિસ્તારમાં જાણીતા વ્યક્તિ છે. પ્રફુલભાઈ પાનશેરીયા વિધાનસભા ચૂંટણીમાં BJP તરફથી કામરેજ બેઠક પરથી ચૂંટણી લડી વિજયી બન્યા છે. તેમની ઉંમર 51 વર્ષ છે અને તેમને સ્નાતક સુધીનો અભ્યાસ કરેલ છે. તેમની પાસે રૂપિયા 18625310ની જંગમ મિલકત છે. કોંગ્રેસે કામરેજ વિધાન સભા બેઠક પર નીલેશભાઈ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રામ ધડૂકને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

રેકોર્ડ તોડી નાખ્યાંવિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election 2022) ગુરુવારના રોજ મત ગણતરી યોજાઈ હતી જેમાં ભાજપએ 157 જેટલી સીટો મેળવી તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતા.કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં હતા.સાથે જ મોટા મોટા દાવાકરી રહેલ આમ આદમી પાર્ટીનો પણ કારમો પરાજય થયો હતો. ત્યારે આજરોજ કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા વિજય(Surat Assembly Seat) યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા પાસોદ્રા,ધોરણ પારડી,ચોર્યાસી,નવાગામ,ખોલવડ સહિતના ગામોમાં ફરી હતી,અને ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા તેમજ સંગઠનના હોદ્દેદારોએ મતદારોનો આભાર માન્યો હતો.

કાર્યકરોની મેહનતવિધાનસભા ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા ભાજપના કાર્યકરોની મેહનત ભાજપની વિચારધારા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિને લોકોએ સ્વીકારી કામરેજ વિધાનસભામાં વધુમાં વધુ વિકાસ થાય એ દિશામાં કામ કરીશ.

ખોબલે મત આપ્યાકામરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાને 1,85,585 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુકને 1,10,888 મત અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાનિને 27,511 મત મળ્યા હતા ઉલ્લેખનિય છે કે કામરેજ તાલુકાના ગામડાઓના મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા હતા.

Last Updated : Dec 12, 2022, 10:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details