સુરતરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત (Gujarat Election 2022 Result) તો મેળવી જ છે. જોકે આ ચૂંટણીમાં અનેક એવા ઉમેદવારો છે, જેમના નસીબ ચમકી ગયા છે. આવી જ રીતે સુરતની માંડવી બેઠક પરથી હળપતિ સમાજના ઉમેદવારનો વિજય થતા સમાજમાં ખુશી જોવા મળી હતી. ગાંધીનગરમાં કુંવરજી હળપતિનો પણ શપથ સમારોહ (Kunvarji Halpati Oath Ceremony in Gandhinagar ) યોજાયો હતો. જે બાદ કેબિનેટની બેઠકમાં તમામને ખાતાની ફળવણી કરવામાં આવી હતી. જેમાં વધારો થતા હવે તેમને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ ફાળવવામાં આવ્યો છે. (Bhupendra Patel Cabinet Kunvarji Halpati)
એક દાયકાનો વનવાસ પૂર્ણ થયો લાંબા સમય સુધી કામરેજ અને બારડોલી બેઠક પર હળપતિ (Kunvarji Halpati wins Mandvi Assembly seat)સમાજના નેતાઓ જ વિધાનસભા સુધી પહોંચતા હતા, પરંતુ નવા સીમાંકન બાદ આ પરંપરા બદલાઈ અને હળપતિ સમાજ નેતૃત્વ વિહોણો બની ગયો હતો. જોકે, હવે એક દાયકા બાદ માંડવી બેઠક (Mandvi Assembly seat) પર કુંવરજી હળપતિની જીત થતા દક્ષિણ ગુજરાતમાં વધુ વસ્તી ધરાવતા હળપતિ સમાજને ફરી એક વખત નવું (Gujarat Election 2022 Result) નેતૃત્વ મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ અંતર્ગત આવતા હળપતિ સમાજની વસ્તી વધુ છે. વર્ષ 2012 પહેલા સુરત જિલ્લામાં 2 બેઠકો બારડોલી અને કામરેજ અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. આ બંને બેઠકો પર હળપતિની અવગણના થઈ શકે એમ ન હોય ભાજપ હોય કે, કૉંગ્રેસ હળપતિ નેતાને જ ટિકીટ આપી વિધાનસભા સુધી પહોંચાડતા હતા.
2012થી હળપતિ સમાજ નેતૃત્વ વિહોણો રહ્યોનવા સીમાંકન મુજબ વર્ષ 2012માં કામરેજ અને બારડોલી બેઠક અનુસૂચિત જનજાતિ અનામતમાંથી મુક્ત થઈ હતી. આમાં કામરેજ સામાન્ય અને બારડોલી અનુસુચિત જાતિ માટે અનામત થતા અહીંના હળપતિ સમાજે (Kunvarji Halpati wins Mandvi Assembly seat) નેતૃત્વ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો નવી રચાયેલી માંડવી બેઠક તેમજ મહુવા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
સમાજને નહતું મળતું પ્રતિનિધિત્વ માંડવીમાં ચૌધરી, ગામિત અને વસાવા મતોનું અને મહુવામાં ધોડિયા અને ચૌધરી મતોનું પ્રભુત્વ હોવાથી કોઈ પણ પક્ષ હળપતિ સમાજને ટિકિટ આપતો નહતો. આથી સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ, મહુવા, ઓલપાડ અને માંડવી (Mandvi Assembly seat) તાલુકામાં રહેતા હળપતિ સમાજનો વિધાનસભામાં કોઈ પ્રતિનિધિત્વ રહ્યું ન હતું.