અરવલ્લી:વિધાનસભાની ચૂંટણી બાદ જિલ્લાવાસીઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો કોણ મંત્રી બનશે અને કયા જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે તેની રાહ જોતા હોય તે સ્વાભાવિક છે. ત્યારે લાંબા સમય બાદ મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે (Bhupendra Patel Cabinet Bhikhubhai Parmar) પણ મતવિસ્તારમાંથી શપથ લીધાની ફોન પર માહિતી મળી હતી. શપથ સમારોહ બાદ કેબિનેટની બેઠકમાં તમામને ખાતાની ફળવણી કરવામાં આવી હતી. જેમાં ભીખુભાઈ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતુ આપ્યુ હતું.
ફરી ભીખુસિંહ પરમારને ટિકિટ: ભાજપે મોડાસા વિધાનસભા બેઠક પર ફરી એક વખત ભીખુસિંહ ચતુરસિંહ પરમારને (Bhikhubhai Parmar Oath Ceremony in Gandhinagar) ટિકિટ આપી હતી અને તેઓ વિજયી બન્યા હતા. મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી ટર્મમાં કોંગ્રેસ હસ્તક હતી અને ત્યારે માત્ર 1670 જેટલા નજીવા માર્જિનથી પરાજિત થયેલા સહકારી અગ્રણી ભીખુસિંહ પરમારને ફરી એક વખત ભાજપે ટિકિટ આપી હતી. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે. ભીખુસિંહ પરમાર પાસે રૂપિયા 2587887 ની જંગમ મિલકત છે. કોગ્રેંસે ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહને ટિકિટ આપી હતી અને આદમી પાર્ટીએ પરમાર રાજેન્દ્રસિંહ હિંમતસિંહને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.