ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ભૂપેન્દ્ર પટેલની સ્પેશિયલ 16ની ટીમ, જાણો શું છે ખાસિયતો... - ભાજપે ઐતિહાસિત જીત મેળવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ઐતિહાસિત જીત મેળવી હતી. આજે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ(New Gujarat Government) યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel new Cabinet oath ceremony) સતત બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવદત્તે તમામને શપથ લેવડાવ્યા હતા.(Gujarat cabinet 2022)

ભૂપેન્દ્ર પટેલની સ્પેશિયલ 16ની ટીમ
ભૂપેન્દ્ર પટેલની સ્પેશિયલ 16ની ટીમ

By

Published : Dec 12, 2022, 5:36 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ઐતિહાસિત જીત મેળવી હતી. આજે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ(CM Bhupendra Patel new Cabinet oath ceremony) યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલ સહિત 17 પ્રધાનોએ શપથ લીધા હતા.(Gujarat cabinet 2022) આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. 7 OBC,4 પાટીદાર, 1 ક્ષત્રિય, 1 બ્રાહ્મણ, 2 ST, 1 SC ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રના 5 પ્રધાનો અને મધ્ય ગુજરાતના બે પ્રધાનોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.(New Gujarat Government)

કેબિનેટ કક્ષામાં 8 પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું છે. કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ અને રાઘવજી પટેલનો ફરીથી સમાવેશ કરાયો છે. કનુ દેસાઈ 2 ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2022ની ચૂંટણીમાં 97,164 મતોની લીડથી જીત મેળવી હતી. ઋષિકેશ પટેલ પહેલા પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્યપ્રધાન રહી ચૂક્યા છે. 2022ની ચૂંટણીમાં તેમણે વિસનગર વિધાનસભા ફરી ચૂંટાયા છે. રાઘવજી પટેલ 6 ટર્મથી જામનગર ગ્રામ્યથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને 2022ની ચૂંટણીમાં 47,500ની લીડથી જીત હાંસલ કરી હતી.

કેબિનેટ કક્ષામાં 8 પ્રધાનોને સ્થાન

બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોરનો કેબિનેટમાં સમાવેશ કરાયો છે. બળવંતસિંહ રાજપુત 2 ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2022ની ચૂંટણીમાં તેમણે ખૂબ ઓછા માર્જિનથી જીત મેળવી હતી. કુંવરજી બાબરિયા 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને 2022ની ચૂંટણીમાં 16172ના મતોથી જસદણમાં વિજેતા બન્યા હતા. સંતરામપુરના કુબેર ડિંડોર પહેલા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને 2022ની ચૂંટણીમાં 15,577 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોરનો કેબિનેટમાં સમાવેશ

કેબિનેટમાં માત્ર એક મહિલા ધારાસભ્ય ભાનુબહેન બાબરિયાનો સમાવેશ કરાયો છે, તેમણે રાજકોટ ગ્રામ્યથી 48494ની મોટી લીડથી જીત હાંસલ કરી હતી. મૂળુ બેરા પાંચ વર્ષથી ધારાસભ્ય છે. અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને હરાવીને જીત હાંસલ કરી હતી.

કેબિનેટમાં માત્ર એક મહિલા ધારાસભ્ય ભાનુબહેન બાબરિયાનો સમાવેશ

રાજ્યકક્ષાના હવાલો હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવ્યા છે. હર્ષ સંઘવી મજૂરાના ધારાસભ્ય છે. અને ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં ગૃહપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. જગદીશ પંચાલ નિકોલથી 55 હજાર કરતાં વધુ મતોની લીડથી જીત હાંસલ કરી હતી. તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમણે વન અને પર્યાવરણ વિભાગ સંભાળ્યું હતું.

રાજ્યકક્ષાના હવાલો હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવ્યા

રાજ્યકક્ષાના 6 પ્રધાનોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો છે. જેમાં બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. બચુ ખાબડ દેવગઢ બારિયામાં 10 વર્ષ ધારાસભ્ય રહી ચુક્યા છે. મુકેશ પટેલ પણ 10 વર્ષ ઓલપાડમાં ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. જ્યારે ભીખુસિંહ પરમાર વખત મોડાસાના ધારાસભ્ય બન્યા છે.

બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારનો સમાવેશ

રાજ્યકક્ષાના 6 પ્રધાનોમાં કામરેજના પ્રફુલ પાનસેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 2017માં ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાં અગાઉ 5 ટર્મ ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. જ્યારે કુંવરજી હળપતિ માંડવીના એકવાર ધારાસભ્ય રહી ચુ્ક્યા છે અને 2022ની ચૂંટણીમાં 18,109 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

રાજ્યકક્ષાના 6 પ્રધાનોનો પ્રધાનમંડળમાં સમાવેશ

ABOUT THE AUTHOR

...view details