ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

દક્ષિણ ગુજરાતમાં મતદાન શરુ; VIP બેઠકના ઉમેદવારો પર નજર

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)માં પ્રથમ તબક્કાના મતદાન (First Phase poll) ની 89 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર ( South Gujarat Assembly Seats ) મતદાન થઇ રહ્યું છે. જેમાં જનતાનો મિજાજ 281 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી દેશે. 35 બેઠકોમાં બિગ ફાઈટ સીટ ( Big Fight Seats ), મહત્ત્વના નેતાઓ (VIP Candidates) પક્ષ પ્રચારના મુદ્દાઓ અને ચૂંટણી તંત્રની મતદાન પ્રક્રિયા માટેની વ્યવસ્થાઓ સહિતની જરુરી બાબતો જાણીએ.

VIP બેઠકના ઉમેદવારો પર નજર
gujarat-assembly-selection-2022-vip-candidate-of-south-gujarat-surat

By

Published : Dec 1, 2022, 7:42 AM IST

હૈદરાબાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતની ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતની પ્રથમ તબક્કાનાં કુલ 35 બેઠકોમાં (South Gujarat Assembly Seats) કુલ 281 ઉમેદવારો ચૂંટણી જંગમાં (First Phase poll) છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી જંગ છે. એટલે કે તમામ બેઠકો પર મતોનું વિભાજન થવાની શક્યતાઓ વધુ છે.દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 35 બેઠકોનો (35 Seats Of South Gujarat)સમાવેશ થાય છે

કતારગામ વિધાનસભા બેઠક પર જંગ

કતારગામ વિધાનસભા બેઠક પર જંગ:2022ની વિધાનસભા ચૂંટણીમાં કટરગામથી આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપતા આ સીટ ચર્ચામાં આવી છે. ગોપાલ ઈટાલીયા પાટીદાર સમાજમાંથી આવે છે સાથે સાથે પોતાની પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. કતારગામ વિધાનસભા બેઠક (KATARGAM ASSEMBLY SEAT)પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર વિનુભાઈ ફરીથી રિપીટ થયા છે, પરંતુ સુરત શહેરની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં ઊતરતાં હવે એનાપર જબરજસ્ત ટકરાવ થાય એવાં દૃશ્યો જોવા મળશે. આમ આદમી પાર્ટી દ્વારા સતત રાજ્ય સરકાર પર આક્ષેપો કરવામાં આવતા હતા અને કામગીરીને લઈને તેમને આડા હાથે લેવામાં આવતા હતા. શહેરી વિકાસમંત્રી તરીકે વિનુ મોરડિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે આક્ષેપો કરવાના નહીં, પરંતુ મતદારોને પોતાના તરફેણમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે.બીજી તરફ કોંગ્રેસ દ્વારા આવી બેઠક પરથી અલ્પેશ વરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસનો ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. પ્રજાપતિ સમાજના છે અને યુવા ચહેરો છે.

વરાછા બેઠક પર જોરદાર ત્રિપાંખીયો જંગ

વરાછા બેઠક પર જોરદાર ત્રિપાંખીયો જંગ:પાટીદાર આંદોલનથી જ ખૂબ જ ચર્ચામાં રહ્યા એવા AAP ના ઉમેદવાર અલ્પેશ કથીરિયા ( Alpesh Kathiriya )વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat)ઉપરથી લડી રહ્યા છે. અલ્પેશને કથીરિયા પાટીદારનો નવો ચહેરો માનવામાં આવતો હતો. પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ 2015 પાટીદાર આંદોલનથી જ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. કોગ્રેસના પ્રફુલ તોગડિયાને ( Praful Togadia ) આ બેઠક ઉપરથી લડી રહ્યા છે.જેઓ કોંગ્રેસના કાર્યકર્તા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2015થી 2021 સુધી વિરોધ પક્ષના નેતા હતાં. વરાછા બેઠક પર ભાજપમાંથી કુમાર કાનાણીને ટિકિટ આપવામાં આવી છે. જોકે આ બેઠક ઉપર કુમાર કાનાણી રાજ્યના આરોગ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.

મજૂરા વિધાનસભા બેઠક બની છે બિગ ફાઈટ સીટ

મજૂરા વિધાનસભા બેઠક બની છે બિગ ફાઈટ સીટ:સુરત શહેરમાં 12 વિધાનસભા બેઠકો છે એમાં તમામ બેઠકો ઉપર ભાજપ છે. એમાં મજૂરા વિધાનસભા બેઠક (Majura Assembly Seat)ની વાત કરવામાં આવે તો છેલ્લા 13 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં આ બેઠક ઉપરથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghvi)ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્માને ( PVS Sharma )ટિકિટ આપવામાં આવી છે. PVS શર્માએ પણ છેલ્લા દસ વર્ષથી ભાજપ સાથે કામ કર્યું હતું અને તેઓ હવે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેને લઇને આ બેઠક બિગ ફાઈટ સીટ (Big Fight Seat) બની ગઇ છે.

લિંબાયતમાં સૌથી વધુ ઉમેદવારો

લિંબાયતમાં સૌથી વધુ ઉમેદવારો:લિંબાયત વિધાનસભા બેઠક (Limbayat assembly seat) પર સૌથી વધુ ઉમેદવારો છે અહીં 44માંથી 35 મુસ્લીમ ઉમેદવાર છે જ્યારે સુરત પૂર્વમાં 14 માંથી 12 ઉમેદવાર મુસ્લિમ છે. આ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો વધારે હોવાના કારણે નિષ્ણાત માની રહ્યા છે કે અહીં મુસ્લિમ વહેંચાઈ શકે છે..આ બેઠક પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા (Muslim Voters in Surat) વધુ છે. બીજી તરફ આટલી સંખ્યામાં મુસ્લિમ મતદાતા હોવાના કારણે મુસ્લિમમાં મતોનું ધ્રુવીકરણ અહીં જોવા મળશે. ભાજપે અહીંથી મરાઠી સમાજથી આવનારાં અને છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલાં સંગીતા પાટીલને (Sangeeta Patil BJP Candidate for Limbayat) ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ગોપાલ પાર્ટી અને આમ આદમી પાર્ટી તરફથી પંકજભાઈ તાયડે ચૂંટણી લડશે.. આ વિધાનસભા બેઠક પરથી 30 જેટલા મુસ્લિમ ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

છોટુભાઈ વસાવાનો ગઢ કેટલો સુરક્ષિત?

છોટુભાઈ વસાવાનો ગઢ કેટલો સુરક્ષિત?:દક્ષિણ ગુજરાતની ઝગડીયા વિધાનસભા બેઠક વર્ષોથી છોટુભાઈ વસાવાનો ગઢ રહ્યો છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઝઘડિયા વિધાનસભા બેઠક પર ભાજપ અત્યાર સુધીમાં એક પણ વાર જીતવામાં સફળ નથી રહી. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેમના પિતાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેમને ફોર્મ પરત ખેંચી લીધું હતું. 2022 વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા વચ્ચે જંગ જામશે. ભાજપે વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય રિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી હતી.કોંગ્રેસે ફતેસિંહ વસાવાને ટિકિટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details