મહેસાણા:ગુજરાતના રાજકારણમાં મહેસાણા વિધાનસભા(Gujarat Assembly Election 2022 second phase) બેઠક પરની ચુંટણી તમામ રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યમાં રાજકીય હલચલ મચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણા(AP center of the Patidar reservation movement mahesana) પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા(mahesana assembly seat) તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક 1990થી ભાજપના કબજામાં (bjp rilling since 1990)છે.
મતદારોની સંખ્યા: મહેસાણા વિધાનસભા બેઠકના (mahesana assembly seat) જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં અંદાજિત પાટીદાર 22.6 ટકા, ઠાકોર 15.8 ટકા, સવર્ણ 12.9 ટકા, ક્ષત્રિય 2.3 ટકા, ચૌધરી 3.4 ટકા. ઓબીસી 14.2 ટકા, મુસ્લિમ 5.6 ટકા, દલિત 11.7 ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. આ બેઠક પર કુલ 2,80,634 મતદારો છે. જેમાં 1,45,210 પુરુષ મતદારો અને 1,35,422 મહિલા મતદારો છે. જેમાં 229 પોલીંગ બુથ છે.
ભાજપના ઉમેદવાર:મહેસાણા વિધાનસભા બેઠકની(mahesana assembly seat) આ ચૂંટણીમાં મહત્વની 3 રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓમાંથી પાટીદાર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી 57 વર્ષીય મુકેશ પટેલ જેઓ બી. ઈ. સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ છે. નીતિન પટેલના સમર્થક સાથે મહેસાણા ભાજપ શહેર પ્રમુખની જવાબદારીમાં સંભાળેલ છે.