અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat assembly election 2022 result) ભાજપનો ભવ્ય વિજય (bjp grand victory in gujarat electin)થયો છે બીજી તરફ કુલ નોંધાયેલા 75.94 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ(Forfeited Deposits of the Candidates) છે. ફક્ત અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 84.74 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. જો કે ભાજપના કોઈ ઉમેદવારની જમાનત જપ્ત થઇ નથી. જયારે કોંગ્રેસના 22.91 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ (Forfeited Deposits of the Candidates) છે અને આમ આદમી પાર્ટીના 69.21 ઉમેદવારોની જમાનત જપ્ત થઇ છે. સૌથી વધુ અપક્ષ ઉમેદવારોની જમાનત જપ્ત (Forfeited Deposits of the Candidates) થઇ છે. અપક્ષ ઉમેદવારી નોંધાયેલા 98.23 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત (Forfeited Deposits of the Candidates) થઇ છે. ચોંકાવનારી બાબત એ છે કે 80 ટકાથી વધુ ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હોય તેવા 4 જિલ્લાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
4 જિલ્લામાં 80 ટકાથી વધુ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ અમદાવાદમાં 84.74 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત:અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ઉમેદવારોની જમાનત જપ્ત (Forfeited Deposits of the Candidates) થઇ છે. અમદાવાદ જિલ્લાની કુલ 21 વિધાનસભા બેઠકો પર કુલ 249 ઉમેદવારોએ ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડ્યા હતા. જો કે તેમાંથી 211 ઉમેદવારોની જમાનત જપ્ત થઇ (Forfeited Deposits of the Candidates) ગઈ હતી. કુલ નોંધાયેલા ઉમેદવારોમાંથી 84.74 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હતી. અમદાવાદની કોઈ બેઠક પર ભાજપના ઉમેદવારની જમાનત જપ્ત થઇ(Forfeited Deposits of the Candidates) નથી. ભાજપે 21 બેઠકોમાંથી 19 બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ માર્જીનથી જીત્યા હતા.
સુરતમાં 82.14 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત:સુરત આ વખતે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર બન્યું હતું. વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સંપન્ન થયા બાદ જે આંકડા મળ્યા છે. તેમાં જેટલુ પણ મતદાન થયુ હોઇ તેના છઠ્ઠા ભાગના મતો લાવવાના હોય છે. તો જ ડિપોઝીટ બચી શકે તેમ છે. આ ચૂંટણી દરમ્યાન મતગણતરી બાદ જે આંકડા સામે આવ્યા છે. તે જોતા 16 વિધાનસભા બેઠકના 168 ઉમેદવારોમાંથી કોગ્રેસના 11 ઉમેદવારો, આપના પાંચ ઉમેદવારો સહિત 136 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો(Forfeited Deposits of the Candidates) આવ્યો છે.કોગ્રેસના 11 ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હતી જયારે આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ(Forfeited Deposits of the Candidates) થઇ હતી
પાટણમાં 81.40 ટકા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ:પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠકો આવેલી છે. આ વખતે પાટણમાં ભાજપ અને કોંગ્રેસને 2-2 બેઠકો મળી છે. જો કે પાટણમાં પણ 43 જેટલા ઉમેદવારોએ ધારાસભ્ય બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી 35 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઈ(Forfeited Deposits of the Candidates) હતી. પાટણ જિલ્લામાં કુલ 81.40 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત(Forfeited Deposits of the Candidates) થઇ છે.
પોરબંદરમાં 83.33 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત:પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને પોરબંદર એમ કુલ બેઠકોનો સમાવેશ થાય છે. જો કે આ બેઠકો માટે જ 24 જેટલા ઉમેદવારોએ ધારાસભ બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. ચોંકવનારી બાબત એ છે કે કુલ 24 ઉમેદવારોમાંથી 20 ઉમેદવારોની જમાનત જપ્ત થઇ ગઈ(Forfeited Deposits of the Candidates) હતી. પોરબંદરમાં 83.33 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત (Forfeited Deposits of the Candidates) થઇ છે. પોરબંદર જિલ્લો એવો જિલ્લો છે કે અહીં ભાજપને એકપણ બેઠક મળી નથી. કુતિયાણા બેઠક પર વધુ એકવાર કાંધલ જાડેજા જ કિંગ સાબિત થયા છે. તો પોરબંદર બેઠક ભાજપના બાબુ બોખીરિયા પાસેથી અર્જુન મોઢવાડિયાએ આંચકી લીધી છે.