ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કેન્દ્રિય ગૃહપ્રઘાન અમિત શાહે કમલમમાં પાર્ટીના હોદ્દેદારો સાથે કરી બેઠક

વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ઉમેદવારોની જાહેરાત બાદ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કમલમ પહોંચ્યા (Union Home Minister Amit Shah reached Kamalam) હતા. જેમાં અમિત શાહ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પણ કમલમ પહોંચ્યા હતા. સી. આર. પાટીલ, પ્રદીપ સિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્રિય ગૃહપ્રઘાન અમિત શાહ કમલમ પહોંચ્યા, પાર્ટીના હોદ્દેદારો સાથે કરશે બેઠક
કેન્દ્રિય ગૃહપ્રઘાન અમિત શાહ કમલમ પહોંચ્યા, પાર્ટીના હોદ્દેદારો સાથે કરશે બેઠક

By

Published : Nov 13, 2022, 8:04 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંઘીનગર:ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી (BJP announced the list of 166 candidates) છે. હવે બાકીના 16 ઉમેદવારોના નામ આજે જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ અને હિંમતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમાર પાછા આવી શકે છે.

ભાજપના 3 ધારાસભ્ય નારાજ: ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટા બેન પટેલને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડી ડી પટેલને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે, તો પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે વડોદરાના સિનિયર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કમલમ પહોંચ્યા (Union Home Minister Amit Shah reached Kamalam) છે. વડોદરા જિલ્લામાં ભાજપના 3 ધારાસભ્ય નારાજ થતાં ભાજપમાં ભાગદોડ મચી છે.

અમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને બોલાવ્યા:અમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને ચર્ચા કરવા બોલાવ્યા છે. તેમજ વાઘોડિયાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ (Senior MLA Madhu Srivastava) ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. તેમજ રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા તેઓ ખુદ નારાજ ચાલી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. વડોદરાના માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. તેમજ બંને સીટોના સીટિંગ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details