અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ (gujarat assembly election result)આવી ગયું છે. ભાજપે જે ઐતિહાસિક જીત સાથે 156 સીટ હાંસલ કરી છે. બીજી બાજુ છેલ્લા 27 વર્ષથી વિરોધ પક્ષની ભૂમિકા નિભાવતા કોંગ્રેસની ખૂબ જ ખરાબ હાલત(congress lost election) થઈ છે. કોંગ્રેસનો દેખાવ એટલો નબળો રહ્યો છે કે આ વખતે તેઓ વિરુદ્ધ પક્ષની ભૂમિકા પણ નહીં નિભાવી શકે. 2022 ના વિધાનસભાની ચૂંટણીમાં આટલા વર્ષોમાં કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે ત્યારે જ આવો જાણીએ કોંગ્રેસના એવા તો કયા કારણો રહ્યા કે જેનાથી કોંગ્રેસે ખૂબ જ કારમી હારનો સામનો (congress lost election)કરવો પડ્યો.
કોંગ્રેસની હારનું સૌથી મોટું ફેક્ટરતેમનો બુથ મેનેજમેન્ટનો અભાવ, નબળા ઉમેદવારોની પસંદગી, કોંગ્રેસના ફિક્કો પ્રચાર,કોંગ્રેસનો આંતરિક વિકાસ, પરિવારવાદ, પોતાના લોકોને અને પોતાની પસંદગીના લોકોને જ ટિકિટ આપવી, પ્રજાનો મત ન જાણવું, નબળો ચુંટણી ઢંઢેરો આ તમામ બાબતોએ કોંગ્રેસની હારના મુખ્ય કારણો બની (congress lost election)રહ્યા છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ બુથ મેનેજમેન્ટ અને પ્રચાર ઉપર ફોકસ કર્યું છે એવા મોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસના જ મોટા આગેવાનોના કહેવા પ્રમાણે આ લોકોનું આયોજન માત્ર કાગળ પુરતું જ રહ્યું હતું અને કોંગ્રેસ લોકો સુધી પહોંચી શકી પણ ન (congress lost election)હતી.
ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ખૂબ જ ફિક્કોરહ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગુજરાતની ચૂંટણીમાં હાજરી ખૂબ જ નહિવત જોવા મળી હતી જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો તો સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તો ગુજરાતમાં દેખા જ દીધી ન (congress lost election)હતી. કોંગ્રેસનો આંતરિક વિખવાદ અને પ્રદેશ નેતાઓના અમારા જ ઉમેદવારોની ટિકિટ મળેએ નીતિના કારણે પણ કોંગ્રેસે પોતાના હાથમાંથી ઘણી બધી સીટો ગુમાવી પડી છે. કોંગ્રેસને હારનો સામનો કરવાનો બીજુ મુખ્ય કારણ નેશનલ પાર્ટી બનેલી આમ આદમી પાર્ટી પણ છે. જેણે ગુજરાતમાં તો માત્ર 5 જ સીટ મેળવી પરંતુ કોંગ્રેસના વોટ તોડવાનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી રહી. સંખ્યાબંધ બેઠકો છે જેમાં કોંગ્રેસના ઉમેદવારોના મત કરતા આમ આદમીના પાર્ટીના મત વધારે રહ્યા છે. જે કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી વધુ ખરાબ ઘટનામાં સ્થાન(congress lost election) પામી છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાનો જે ચૂંટણી ઠંડી રોજ જાહેર કર્યો હતો એમાં રાહુલ ગાંધી ગુજરાતને આપેલા મુખ્ય 8 વચનો તો હતા જ પરંતુ આમ આદમી પાર્ટીની જેમ રેવડી બતાવવામાં આવી હતી. ચૂંટણી ઢંઢેરામાં 300 યુનિટ મફત વીજળીનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.જો કે ગ્રાઉન્ડ લેવલે પણ કોઈને ખબર ન હતી કે કોંગ્રેસ દ્વારા આવો પણ કોઈ વાયદો કરવામાં આવ્યો છે. સૌ કોઈને એવું જ લાગતું હતું કે આ વાયદો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આમ સામાન્ય માણસથી લઈને ગામડા સુધીમાં પણ કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરો સફળતા રીતે પહોંચાડી શકી નથી. પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ એવો દાવો કર્યો હતો કે ગામડા ગામડા સુધી કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરાની પત્રિકા પહોંચાડવામાં આવી છે. જ્યારે ગ્રાઉન્ડ ઉપર તો સાવ જુદી જ સ્થિતિ હતી. મોંઘવારી મામલે પણ કોંગ્રેસે દેખાવ પૂરતા જ દેખાવ કર્યા (congress lost election)હતા. જો કે કોંગ્રેસના કોઈ પણ મોટા નેતાએ ચિંતા સુધી પહોંચ્યા હોય એ વાતો માત્ર થોડા જ ઉદાહરણો છે.
કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતારવામાં આવી: એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પીએમ મોદી અમિત શાહ સ્મૃતિ ઇરાની ત્યાં સુધી કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતારવામાં આવી હતી વર્ષો અને સભાઓ ગજવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસના ઘણા બધા મોટા નેતાઓ ગુજરાતમાં આવ્યા ખરા પરંતુ માત્ર પ્રેસ કોન્ફરન્સ પૂરતા સીમિત રહ્યાં. સામાન્ય પ્રજા જન સુધી તેઓ ના પહોંચ્યા. જેના લીધે કોંગ્રેસના મોટા નેતાઓની એક પણ નોંધ સામાન્ય નાગરિકે લીધી ન હતી. જેથી સામાન્ય પ્રજાઓમાં જે કોંગ્રેસ તરફથી હતા કે વર્ષોથી કોંગ્રેસને વોટ આપતા હતા. તેમના પણ રોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં રાજસ્થાન સીએમ અશોક ગહેલોત, સચિન પાયલોટ, કનૈયા કુમાર અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડકે માત્ર ચાર પાંચ જગ્યાએ સભાઓ કરી પરંતુ તેમના સભાના એક પણ શબ્દ લોકો સુધીના પહોંચી શક્યા તેમનું હારવાનું કૉંગ્રેસનું પણ મોટું કારણ (congress lost election)રહ્યું.