સુરેન્દ્રનગર:ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections 2022) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ છે. જે માટે 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન(Voting for elections) થનાર છે. રાજકીય નેતાઓ ચૂંટણીના પ્રચાર(Political leaders Election campaigns) માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી(prime minister of india) ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે.
યુવાઓને મત આપવા અપીલ: ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગઈ કાલે સૌરાષ્ટ્રના સૌમનાત, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પ્રચાર કર્યો હતો. ગુજરાતના વિકાસ કામોને રજૂ કરીને ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવનારી ચૂંટણીને લઈને જનતા આર્શિવાદ માગ્યા હતા. ઉપરાંત તેમણે ખાસ યુવાઓને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા વિંનતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાઓ દેશનું ભવિષ્ય છે. ધણા યુવાનો આ વખતે પ્રથમ વાર મતદાન કરશે જેને લઈને તેમનામાં એક પ્રકારનો ઉત્સાહ હોય છે. ત્યારે જરૂરી છે કે તેઓ પોતાના પસંદના ઉમેદવારને વિજયી બનાવે.