અમદાવાદ:ગુજરાતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં (Gujarat assemble election 2022 result) અનેક રેકોર્ડ તુટ્યા અને અનેક નવા રેકોર્ડ બન્યા છે. જેમાં 1962થી 2017 સુધીના ઇતિહાસમાં સૌથી ઓછા મતથી જીતનાર (Gujarat Assembly Election Narrow Margin Victory) ધારાસભ્યનો રેકોર્ડ ઠાકોર શંકરજી (Shankarji thakor from kheralu)નો છે. જો કે 2022માં સૌથી ઓછા 577 મતથી કચ્છની રાપર વિધાનસભાના ઉમેદવારે જીત મેળવી છે. 2017માં સૌથી ઓછા મતથી જીતનાર કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી જીત્યા (jitu chaudhary bjp) બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.
માત્ર 483 મતથી જીત:ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં રાપર વિધાનસભા બેઠકમાં (Kutch Rapar Assembly Result) ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ 66589 મત તો કોંગ્રેસના ઉમેદવાર બચૂભાઈ અરેઠિયાએ 66106 મત મેળવતા માત્ર 577 મતથી કાંટાની ટક્કર સાથે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર બેઠક પોતાને નામ કરી લીધી છે. જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો માટે રાપર વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા તમામે તમામ છ સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા હતા.
અન્ય નોંધનીય બેઠકો:પાટણના સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂતનો 2705 મતોથી વિજય થયો હતો. તેમને 90871 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકુરને 88112 મત મળ્યા હતા. પાટણના ચાણસામાથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર દિનેશભાઈ આતાજીનો 1096 મતોથી વિજય થયો હતો. તેમને 85,479 વોટ મળ્યા. જ્યારે ભાજપના ઉમેદવાર દિલીપકુમાર વિરજીભાઈ ઠાકોરને 84,383 મત મળ્યા હતા. બોટાદથી AAPના ઉમેદવાર મકવાણા ઉમેશભાઈ નારણભાઈ 2473 મતોથી જીત્યા. તેમને 79524 મત મળ્યા હતા. ભાજપના ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણીને 77049 મત મળ્યા હતા. સોમનાથમાંથી કોંગ્રેસના ઉમેદવાર ચુડાસમા વિમલભાઈ કાનાભાઈ 1302 મતોથી જીત્યા. તેમને 73536 મત મળ્યા. ભાજપના ઉમેદવાર માનસિંહભાઈ મેરામણભાઈ પરમારને 72235 મત મળ્યા હતા. દસાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર માત્ર 2,136ની લીડથી જીત્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નૌશાદ સોલંકીને 73607 તો ભારતીય જનતા પાર્ટીના પી.કે.પરમારને 75743 મત મળ્યા છે.