અમદાવાદઃચૂંટણી પ્રચારમાં જુદા જુદા મુદ્દાઓને લઈને વાતો થઈ રહી છે. પણ એના મૂળમાં તો જ્ઞાતિવાદી સમીકરણ અસર કરતું હોવાનું સપાટી પર આવી રહ્યું છે. ક્યાંક પક્ષપલટો (Gujarat Assembly Election 2022) તો ક્યાંક આક્ષેપબાજીનું આખલા યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આવા માહોલમાં પાટીદાર નેતા તરીકે જેની છાપ (Patidar Factor Gujarat Election) છે એવા લોકોને પૂછપરછ કરાઈ ત્યારે માની ન શકાય એવા જવાબ મળ્યા. દિલિપ સાબવાએ (Patidar Community on Hardik Patel) કહ્યું કે, મારા પત્ની અલ્પા અપક્ષ ઉમેદવાર તરીકે બોટાદમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પત્ની નગરપાલિકા પ્રમુખ હતી એ સમયે ભાજપને સમર્થન આપતો. લોકપ્રશ્નોને કારણે બળવો કર્યો 25 દિવસમાં 25 વર્ષ જેવી લોકચાહના ઊભી થઈ. લોકોએ પ્રમુખ તરીકેની જવાબદારી જોઈ. પછી સ્થાનિક ઉમેદવારને લઈને એમના પર વાત આવી. આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો પણ સ્થાનિક વ્યક્તિ આવ્યો નહીં. તેથી અપક્ષમાં ફોર્મ ભરી દીધું.
જીતવાના કોઈ ચાન્સઃસાબવાએ (Patidar leader dilip sambva) આગળ એવી પણ વાત કરી કે, 300થી વધારે કાર્યકર્તાઓ છે. હું જીત તરફી છું એવું હાલ દેખાય છે. ઘણું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હું ભાજપમાં જોડાયો હતો. પણ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા અને ધાર્મિક માલવિયા-આમાંથી કોણ જીતશે એનો મને કોઈ અંદાજ નથી. ગોપાલના જુદા જુદા સ્ટેન્ડ હોય છે. એ સ્ટેન્ડ બદલે છે. હાર્દિક અને અલ્પેશ પણ જીતી શકે પણ હું સ્યોર નથી. કતારગામે વિનુભાઈથી કંટાળેલા હોય અને ગોપાલનું વર્ચસ્વ હોય તો ચાન્સ છે. કારણ કે, ગોપાલની અસર બોટાદ અને કતારગામ એમ બન્નેમાં હતી. હાર્દિકે પોતાના નિર્ણય પોતે કરેલા છે. ભાજપમાં ગયો ત્યારે અને કોંગ્રેસમાં આવ્યો ત્યારે પણ. હું તો સગંઠન પ્રભારી હતો. પણ એણે કોઈ કન્વીનરને પણ જાણ નથી કરી,
ચાલાકી છે એનામાંઃહાર્દિક પટેલને દરેક પ્રકારની કારીગીરી આવડે છે. મુખ્યપ્રધાન તરીકેનો દાવેદાર છે. ખૂબ ચાલાક છે. એના કાન અને એની ઊંચાઈ જુઓ એટલે સમજી શકશો. જો તે અમારી સાથે આવું કરી શકતો હોય તો એ બધેય સોંસરવો નીકળે એમ છે. પાટીદારના કેસ હોય એ મામલે તો જેમાં વ્યક્તિગત ડિસપ્યુટ હતા. બાકીના તો ઓર્ડર થઈ ચૂક્યા છે. રાજદ્રોહ જેવા મોટા કેસ બાકી હશે. પણ આ કોઈ નવી વાત નથી. હાર્દિકે જવાબદારી લીધા બાદ આપણે અંદર પડાય નહીં. અમારા જેવા 32 લોકો જેતપુર ખાતે મુદત ભરતા. પાટીદારની અસર તો ગત વખતે જોવા મળી ન હતી પણ આ વખતે દેખાશે. આનંદીબેનને ઊતારવા માટે ષડયંત્ર રચાયું છે. એની સાથે બીજા પણ ઘણા મુદ્દાઓ હતા. પણ સમાજને કોણ સમજાવે? આનંદીબેન તો ઘરે ઘરે જાય નહીં.