અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના (Gujarat assembly election 2022)પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. કિર્તીદાન ગઢવી (Folk singer Kirtidan Gadhvi)મતદાન કરવા માટે અમદાવાદથી રાજકોટ તો આવ્યા, મતદાન મથક ઉપર 30 થી 35 મિનિટ બેઠા પરંતુ તેઓ મત આપી શક્યા ન હતા. આ બાબતનો વિવાદનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ(video viral on social media) થઈ રહ્યું છે.મળેલી માહિતી અનુસાર કિર્તીદાન ગઢવી પાસે હાર્ડ કોપીમાં મતદાનની કાપલી અને જરૂરી અન્ય ઓળખ પુરાવાઓ સાથે નહીં હોવાથી મતદાન મથક ઉપર ફરજ પરના અધિકારીએ કિર્તીદાન ગઢવીને મતદાન કરતા (voting issue with kirtidan gadhvi)અટકાવ્યા હતા.
કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા: એક તરફ ડિજિટલ ઇન્ડિયા ની વાત કરવામાં આવે છે અને બીજી તરફ ચૂંટણી બૂથ ઉપર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ હોવા છતાં ઇવીએમ મશીનની કેટલીક સેલ્ફી પણ વાયરલ થઈ રહી છે. પરંતુ અધિકારીએ કિર્તીદાન ગઢવીના સોફ્ટ કોપીમાં એટલે કે મોબાઇલમાં રહેલા ઓળખના પુરાવાને માન્ય રાખ્યા નહોતા અને 30 થી 35 મિનિટ કીર્તિદાન ગઢવી મતદાન મથક ઉપર બેઠા હોવા છતાં તેમણે મત આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ બાબતે કિર્તીદાન ગઢવીએ તેનો મોબાઇલમાં રહેલા તેમના ઓળખના પુરાવાઓ અધિકારીઓને બતાવ્યા હતા છતાંય અધિકારીએ કહ્યું હતું કે જો હાર્ડ કોપીમાં ઓળખના પુરાવાઓને મતદાર કાપી હશે તો મત આપી શકશો નહિતર મત આપી શકશો નહીં.