સુરતઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનના (Stars in Election Campaign) ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી જોરશોરથી સુરતમાંથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં ગોરખપુરના સાંસદ રવિ કિસન (Gujarat BJP Ravi Kishan) આવી પોહ્ચ્યા હતા. જ્યાં તેમણે કોઈ વિપક્ષનું નામ બોલ્યા વગર ચાબખા માર્યા હતા. ગુજરાતે (Gujarat Assembly Election 2022) યુપી અને બિહારના લાખો લોકોને સુરતમાં રોજગાર આપ્યો છે.
ગુજરાતમાં કોઈ ખોટું બોલીને મફતનું ચૂરણ ન વેચી શકેઃ સાંસદ રવિ કિશન ફિલ્મની ફ્લેશબેકઃરવિ કિશને કહ્યું હતું કે, ગુજરાતમાં મને હંમેશા પ્રેમ મળ્યો છે. ગુજરાતના જ રાજપીપળામાં અમે 100 જેટલી ફિલ્મો કરી છે. ગુજરાતે યુપી અને બિહારના લાખો લોકોને આ જ સુરતમાં રોજગાર મળ્યો છે. ગુજરાત રોજગાર, પ્રેમ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અદાણી, અંબાણી તે ઉપરાંત ગુજરાતે જ નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન અમને આપ્યા છે.
મજબુત છે ગુજરાતઃ જો આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને ભારતીય જનતા પાર્ટી આખા વિશ્વમાં મોટી પાર્ટી છે.તું આ ગુજરાતે આજે ઉદ્યોગ રોજગાર, આધ્યાત્મિક, સંસ્કૃતિ, મોટા મોટા કલાકારો સાહિત્યકારો, રંગકર્મી, નાટકકર્મી, લેખકો, પત્રકારો આ ગુજરાતમાંથી આવે છે.એટલે જ ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે.
વિપક્ષ પર શાબ્દિકવારઃઆ પાર્ટીઓ જૂઠી છે.એક વ્યક્તિ દિલ્હીમાં ઉધરસ ખાતો હતો. મોઢા ઉપર માસ્ક લગાવીને આવ્યો અને આજે આખી દિલ્હીને ઉઘરસ ખાતી કરી દીધી. તે વ્યક્તિ ગાયબ છે. 8 વર્ષ બાદ પણ આખી દિલ્હી ઉધરસ રહી છે. તે વ્યક્તિની ખાંસી પણ ઠીક થઇ ગઈ છે. તે જ હાલત પંજાબમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીના લોકોને બનાવી ધીધા પણ ગુજરાતના લોકોને બનાવી શકો નહીં.
તર્કથી વિચારે છેઃ ગુજરાતમાં લોકો તર્ક વિચારોથી ચાલે છે. અહીંના ઉદ્યોગપતિઓ તર્ક વિચારોથી ચાલે છે. ઉદ્યોગપતિઓ પૈસાથી પૈસા બનાવે છે.આ પ્રક્રિયા ગુજરાતના લોહીમાં છે. ગુજરાતને ઈમોશનલિંગ વાત કરીને સન્માન લઈ શકો છો પણ મૂર્ખ બનાવી શકો નહીં. ગુજરાતી સોસાયટીઓમાં ક્લિનિકો જોઈતી નથી. ગુજરાતમાં એમ્પસ, હોસ્પિટલ મોટી મોટી ઓફિસો છે. ગુજરાતમાં ફ્રીનું ચૂરણ ચાલે નહીં. " દેશ કે શાનબા, પ્રદેશ કે શાનબા, જિનકા ચલતે પુરા દેશ સીના તાનબા ભ્રષ્ટાચાર કે વિરોધી છે. કારણ કે ગુજરાતમાં મોદી છે."
અયોધ્યાનો ઉલ્લેખઃ ગુજરાતમાં નર્મદા નદીએ હરિયાળુ ગુજરાત કરી નાખ્યું. આજ વિચારો આજે કેવડિયામાં છે. ત્યાં આજે ફાઇસટાર માહોલ બની ગયો છે. તે સાથે લોકોને રોજગાર પણ મળી ગયો છે. આજે બાબા વિશ્વનાથનું મંદિરનું કોરીડોર બનાવ્યું આજે ત્યાંના હોટલોમાં જગ્યાઓ મળતી નથી. રામનું મંદિર અયોધ્યામાં બનાવા જઈ રહ્યું છે.તે ઉપરાંત 6 હાજર રૂપિયા ખેડૂતો ના ખાતામાં ગયા. એજ પૈસા આજે માર્કેટમાં ફરી રહ્યા છે.