ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2022ની(gujarat legislative assembly 2022) ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, સત્તાના રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ભાજપ આજે (શનિવારે) ગાંધીનગર કમલમ ખાતેથી ચૂંટણી ઢંઢેરો જાહેર(BJP announce election manifesto) કરશે. ભારતીય જનતા પાર્ટી આજે (શનિવારે) વર્ષ 2022 વિધાનસભાનું સંકલ્પ પત્ર(Assembly resolution letter) જાહેર કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યપ્રધાન પ્રેસ કોન્ફરન્સ યોજીને આજે (શનિવારે) સત્તાવાર જાહેરાત કરશે.
ETV Bharat / assembly-elections
ભાજપ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) ધમધમાટ ચાલી રહ્યો છે. સત્તાના રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ભાજપ આજે (શનિવારે) ચૂંટણી ઢંઢેરો જાહેર(BJP announce election manifesto) કરશે. ભારતીય જનતા પાર્ટી આજે ગાંધીનગર ખાતેથી વર્ષ 2022 વિધાનસભાનું સંકલ્પ પત્ર(Assembly resolution letter) જાહેર કરશે.
લોકોના લેવાયા સૂચનો:વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરી નાખ્યું છે. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા તારીખ 5 નવેમ્બરના રોજ 'અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર 78781 82182 અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ શરૂ કરાઈ હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ મંડવીયા પણ હાજર રહી શકે છે.
ભાજપનું સંકલ્પપત્ર તૈયાર: સી.આર.પાટીલે જણાવ્યું હતું કે 'પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી 15 દરમિયાન જનતા જનાર્દનના સૂચનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરાશે. જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) તૈયાર થઈ ગયું છે. ભાજપ શનિવારે વિધાનસભા 2022 માટેનું સંકલ્પ પત્ર જાહેર કરશે. કોંગ્રેસે થોડા દિવસો પહેલા જ ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને રોજગારી, ખેડુતો, બાળકો, મહિલાઓ સહિત અનેક બાબતે જાહેરાત કરી હતી. તેવામાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાય છે તે તો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ જ સામે આવશે.