ગાંધીનગર: ભાજપ... ભાજપ... ભાજપ... અને મોદી-મોદીના શબ્દો સાથે રેકોર્ડ (Gujarat Assembly Election big Lead Record0) નામનો શબ્દ પણ મોદીનો સામાનાર્થી થઈ પડ્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાની દરેક સભામાં એક નિવેદન સાથે વિનંતીના બાણ ચલાવ્યા હતા કે મારો રેકોર્ડ આ વખતે તમારે તોડવાનો છે અને ભૂપેન્દ્રને નરેન્દ્રથી પણ વધુ મત આપી વિજય બનાવાના છે. સાથે જ તેમણે પોતાની સભાઓમાં 150ના અંક પર વારંવાર ભાર મૂક્યો હતો. થયુ પણ કઈક આવુજ અને ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા પરથી પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને 192263 મતોની સરસાઈથી જીત પોતાને નામ કરી હતી. આટ આટલા રેકોર્ડ બન્યા પણ ભાજપ આ રોકર્ડ તોડવમાં અસમર્થ રહ્યુ.
2007માં બન્યો હતો આ સંજોગ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007ના પરિણામોની (Gujarat Assembly Election 2022 Results) વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાકર નરોત્તમ પટેલે 584098 મત મેળવી કોંગ્રેસના ગોવિંદ ધાનાણીના 237158 મત સામે 346940ના જંગી મતોના વધારાથી આ વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. એટલુ જ નહી પણ 2007માં જ અમિત શાહે 407659 મતોથી સરખેજની બેઠક પોતાને નામ કરી હતી. જેમા તેમણે કોંગ્રેસના શશિકાંત જેમને 171836 મત મળ્યા હતા તેમને 235823ના જંગી મતોના વધારાથી હરાવી આ વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ આ રેકોર્ડ પણ તોડી શક્યા નથી.
ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડ્યો:ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ભાજપે કુલ 156 બેઠકો (BJP Win Gujarat Election 2022) કબજે કરીને નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડી નાંખ્યો છે. તો માધવસિંહ સોલંકીની 149 બેઠકની જીતનો રેકોર્ડ બ્રેક ( Madhavsinh Solanki Record Break ) થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022 Results) પ્રચારમાં આવ્યા ત્યારે જાહેરસભામાં જ કહેતા હતા કે આ ચૂંટણીમાં નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તમે બધા રેકોર્ડબ્રેક મતદાન કરજો. તેમ કહીને પ્રચાર કરતાં હતા. ત્યારે કોઈએ સ્વપ્નેય નહોંતું વિચાર્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે 2002માં ભાજપે 127 બેઠક જીતવાનો રેકોર્ડ કર્યો હતો તે તોડશે. હવે જ્યારે ચૂંટણી પરિણામઆવી ગયા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે. 2002માં ભાજપના નરેન્દ્ર મોદીની 127 બેઠક જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.