ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પ્રચાર પડઘમઃ AAPના 5 દિવસમાં 18 રોડ શૉ, મહાસભાનો આખો કાર્યક્રમ જાહેર - Gujarat AAP Road Show

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Aam Admi Party) ચોપાટ ગોઠવાઈ ચૂકી છે. જેમાં હવે તો સોગઠાં પણ ગોઠવાઈ ગયા છે. દરેક રાજકીય પક્ષ સત્તા પર આવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. એવામાં દેશના મોટા કહેવાતા ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી ગુજરાતમાં આવ જા કરતા આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ પણ આ વખતે ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરવાના મુડમાં છે. જોઈએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રચારને લઈને સમગ્ર કાર્યક્રમ આમ આદમી પાર્ટી નેતાઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રોડ શો અને સભાને સંબોધિત કરશે

પ્રચાર પડઘમઃ AAPના 5 દિવસમાં 18 રોડ શૉ, મહાસભાનો આખો કાર્યક્રમ જાહેર
પ્રચાર પડઘમઃ AAPના 5 દિવસમાં 18 રોડ શૉ, મહાસભાનો આખો કાર્યક્રમ જાહેર

By

Published : Nov 20, 2022, 1:57 PM IST

અમદાવાદઃઆમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આગામી 5 દિવસમાં ઉત્તર (Gujarat Aam Admi Party) ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોની અંદર રોડ શો અને સભાઓ સંબોધીને ચૂંટણીના પ્રચારનો પડઘો પાડશે. આ ચૂંટણી પ્રચારમાં દિલ્હીના મુખ્યપ્રધાન (Aam Admi party Election campaign ) અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવતમાન, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા હાજર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે.

પ્રચાર પડઘમઃ AAPના 5 દિવસમાં 18 રોડ શૉ, મહાસભાનો આખો કાર્યક્રમ જાહેર

ગુજરાતમાં રોડ શૉઃ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવીને રોડ શો તેમજ સભા સંબોધીને પ્રજાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી એક સપ્તાહ સુધી આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રાજ્યસભાના સાંસદ સંજયસિંહ પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા સહિતના નેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ શહેરોમાં સભા અને રોડ શો કરશે.

પ્રચાર પડઘમઃ AAPના 5 દિવસમાં 18 રોડ શૉ, મહાસભાનો આખો કાર્યક્રમ જાહેર

3 દિવસનો પ્રવાસઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે સાંજે ચાર વાગે હાલોલ ખાતે યોજશે. જ્યારે તારીખ 21મી નવેમ્બર સાંજે 5:00 વાગે અમરેલી ખાતે રોડ શો, તારીખ 22મી નવેમ્બર બપોરે 2:00 વાગે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. સાંજે 5:00 વાગે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9:00 વાગે સુરતમાં જાહેર સભાને સંબોધન કરશે.

પંજાબના પ્રધાન ગુજરાતમાંઃગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી પોતાના દિગ્ગજ નેતાઓને પણ મેદાનમાં ઉતારી રહી છે.ત્યારે ભગવત માંન આજથી 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. જેમાં પાંચ દિવસમાં 18 જેટલા વિવિધ શહેરોની અંદર રોડ શો કરશે. જેમાં સોમવારે સવારે 11:00 વાગે ઉમરગામ, બપોરે ત્રણ વાગે કપરાડા સાંજે 5:00 વાગે ધરમપુર, સાંજે 6:00 વાગે વાંસદામાં રોડ શો યોજશે.

માંડવીમાં મહાસભાઃ જ્યારે 22 મી નવેમ્બરે બપોરે 1:00 વાગે ડાંગ, સાંજે 4:30 નવસારી, 6:00 વાગે ઉધનામાં રોડ શોમાં ભાગ લેશે, જ્યારે 23 નવેમ્બરે સવારે 11 વાગ્યે નિઝર, બપોરે 1:00 વાગે વ્યારા,બપોર 3:00 વાગે માંડવી (સુરત), સાંજે 5 વાગે ઝઘડિયા ખાતે રોડ શોમાં ભાગ લેશે. તારીખ 24 થી નવેમ્બરના રોજ સવારે 11:00 વાગે કરજણ ખાતે રોડ શોમાં ભાગ લેશે. બપોરે 2:00 વાગે નાંદોદ, બપોર 3:30 વાગ્યે સંખેડા, સાંજે 5:30 વાગે જેતપુર (છોટાઉદેપુર) ખાતે રોડમાં ભાગ લેશે. જ્યારે તારીખ 25 નવેમ્બરના રોજ સવારે 11:00 વાગે માંગરોળ (બારડોલી), બપોરે 3:00 વાગે બારડોલી અને સાંજે 6:00 વાગે ઓલપાડમાં રોડ શોમાં ભાગ લેશે.

સાંસદ પ્રચારમાંઃરાજ્ય સભાના સાંસદ સંજયસિંહ બે દિવસ ગુજરાત પ્રવાસે ત્યારે આજે સાંજે 4 વાગે સુરતના વરાછા ખાતે રોડ શોમાં ભાગ લેશે. જ્યારે રાત્રે 8:00 વાગે કરજણ સભા સંબોધિત કરીને 9:00 વાગે કતારગામમાં જનસભાને સંબોધશે. તારીખ 21 નવેમ્બરના રોજ 5 વાગ્યે જલાલપુર,સાંજે 7 વાગે મજુરા,રાત્રે 8 વાગે ચોરીયાસી, રાત્રે 9:00 વાગે ઉધના ખાતે જનસભા સંબોધિત કરશે. રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આગામી 4 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં 5 રોડશો અને 3 જનસભા અને સંબોધિત કરશે.જો તેમને વિગતવાર કાર્યક્રમની વાત કરવામાં આવે તો તારીખ 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગે ધાંગધ્રામાં રોડ શો અને સાંજે 7:00 વાગે ચોટીલાની અંદર સભાને સંબોધિત કરશે.

પાટણમાં સભાઃતારીખ 22 નવેમ્બર બપોર 3 વાગે કાંકરેજમાં જન સભાને સંબોધિત કરશે. રાત્રે 8:00 વાગે પાટણમાં જન સભાને સંબોધિત કરશે. તારીખ 23મી તારીખે બપોરે 1:00 વાગ્યે મોડાસા ખાતે રોડ શો અને સાંજે 5:00 વાગે પ્રાંતિજમાં રોડ શોમાં ભાગ લેશે. ત્યારબાદ 24 નવેમ્બરના રોજ બપોરે 12:00 વાગે બાલાસિનોર અને સાંજે 5:00 વાગે ઠાસરા ખાતે રોડ શોમાં ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details