અમદાવાદગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ હવે જામી ગયો છે. થોડા જ દિવસોમાં હવે ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશુંવલસાડની (Valsad Assembly seat ) કેમ 178 બેઠક એવી છે કે જે પાર્ટીના ઉમદેવાર જીતે છે, તે જ પક્ષની સરકારબને છે. આ 1962થી શરૂ થયેલો ટ્રેન્ડ 2017 સુધી ચાલતો આવ્યો છે. ત્યારે હવે સવાલ તમને એ પણ થઇ રહ્યો હશે કે 2022 પણ શું એવું જ થશે? જે ઉમેદવાર જીતશે તેમના ગુજરાતમાં સરકાર બનશે? આ જે પરંપરા ચાલી આવી રહી છે તેનું પુનરાવર્તન થશે કે નહી તે પણ હવે આ ચૂંટણીના પરિણામમાં જ જોવાનું રહ્યું. હાલ તો દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. કહેવાય છે કે વલસાડની કેરી બહુ જ ફેમસ છે. તેની મીઠાસ પણ બહુ મિઠી હોય છે. આ વખતે જોવાનું રહ્યું કે આ વખતે કોણ ખાશે વલસાડની આ મીઠી કેરી. કોણ જીતી લેશે લોકોના દિલથી મતને જોવો અમારા આ ખાસ અહેવાલમાં.
આ તે કેવો ટ્રેન્ડ? આપણે આજે શરૂઆતથી વાત કરીએ. વાત છે 1962માં ત્યારે કોંગ્રેસના અરવિંદ મજમુદાર અને 1967માં કોંગ્રેસમાંથી કેશવભાઇ આર પટેલ ચૂંટણી જીત્યા ત્યારે પણ કોંગ્રેસની સરકાર બની હતી.1980ની વાત કરવામાં આવે તો કોંગ્રેસના દોલતભાઇ નાથુભાઇ દેસાઇએ જીત મેળવી હતી. અને તે સમયે પણ કોંગ્રેસની સરકાર બની હતી. ત્યાર બાદ 1985માં દોલતભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. પરંતુ અફસોસ તેમની તે સમયે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે બરજોરજી કાવસજી પારડીવાલા જીત હાંસલ કરી હતી. અને તેઓ કોંગ્રેસમાં હતા અને તે સમયે પણ કોંગ્રેસની સરકાર બની હતી. 1990માં દોલતભાઇ દેસાઇએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. અને તેઓ ભાજપમાં જોડાયા હતા. અને એ સમયે દોલતભાઇ ભાજપમાંથી જીત્યા હતા. અને તે સમયે ભાજપની સરકાર બની હતી. ત્યારે ચીમનભાઇ પટેલની ગુજરાતમાં સરકાર (Gujarat Assembly Election 2022) બની હતી. તે સમયે સૌથી પહેલા દોલતભાઇ દેસાઇએ ભાજપનું ખાતું ખોલાવ્યું હતું અને તે સમયથી ભાજપ જ વલસાડ બેઠકથી જીત પ્રાપ્ત કરતું આવ્યું છે. તેની સાથે પરંપરા અનૂસાર સરકાર પણ ભાજપની બનતી આવી છે.
ભાજપની સરકાર બની 1995, 1998, 2002, 2007 સુધી સતત દોલતભાઇ દેસાઇ ભાજપમાંથી જીત પ્રાપ્ત કરી અને તેની સાથે સરકાર પણ સતત ભાજપની બનતી આવી છે. દોલતભાઇ દેસાઇ 2022થી 2017 માં ભરતભાઇ પટેલ સતત બે દાયકાથી જીત પ્રાપ્ત કરતા આવ્યા છે.આજ દિન સુધી વલસાડ બેઠકથી જે જીતે છે અને તેની ગુજરાતમાં સરકાર બને છે. તો આ વખતે જોવાનું રહ્યું ગુજરાતની જનતા કોને પહેરાવે છે જીતનો તાજ.
A ફોર આદિવાસી1975થી આ પરંપરા સત્તા માટે ચાલી રહી છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે મોદીની પહેલી સભા વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે રાખવામાં આવી હતી અને ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. આ સમયે આદિવાસીઓના મતને ધ્યાનમાં રાખીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓ વોટબેંક હાલ હાલ તાપી રિવરને લઇને આદિવાસીઓ નારાજ જોવા મળે છે. આ સભા આદિવાસીઓને મનાવા માટે કરાઇ હોવાનું જોવા મળી રહ્યું છે.