ગાંધીનગર :ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઇ ચુકી છે. કુલ બે તબક્કાના થનાર મતદાન માટે દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની પ્રક્રિયાઓ માટે સંપૂર્ણ તૈયારી કાર્ય બાદ તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ અને ક્રિટિકલ ઘટનાઓની વિડીયો ગ્રાફી અને વેબકાસ્ટિંગ (Videography and Web Casting) થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં જેટલા પણ સંવેદનશીલ મતદાન મથકો (Sensitive Polling Stations) છે તેની વીડિયો ગ્રાફી કરવામાં આવશે ઉપરાંત વેબ કાસ્ટિંગ પણ થશે.
ETV Bharat / assembly-elections
Gujarat Assembly Election 2022 : મતદાન પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવા માટે આયોગે વિશેષ આયોજન કર્યું - undefined
ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત થઇ ચૂકી છે. આ વખતે મતદાન પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવા માટે આયોગે વિશેષ આયોજન કર્યું છે. આયોગે દરેક મહત્વપૂર્ણ અને ક્રિટિકલ ઘટનાઓની વીડિયો ગ્રાફી અને વેબ કાસ્ટિંગ (Videography and Web Casting) થશે. જાણો કેવી રીતે કરાઈ છે સમગ્ર વ્યવસ્થા.
વીડિયો અને ડિજિટલ કેમેરાની વ્યવસ્થાચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઈ સ્થળે ક્રિટિકલ અથવા મહત્વની ઘટના બને તો તેનું વીડિયો ગ્રાફી કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ પૂરતી સંખ્યામાં વીડિયો અને ડિજિટલ કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. વીડિયો ગ્રાફીમાં ઉમેદવારી પત્રો ભરવા, EVM મશીનોની તૈયારીઓ અને સ્ટોરેજની પ્રક્રિયા, મહત્વની જાહેરસભાઓ, પોસ્ટલ બેલેટ પેપર મોકલવાની પ્રક્રિયા અને સંવેદનશીલ મતદાન મથકો પાર મતદાન વગેરે ઘટનાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત મહત્વપૂર્ણ બોર્ડર ચેક પોસ્ટ અને સ્ટેટિક ચેક પોઈન્ટ્સ પર સીસીટીવી લગાડવામાં આવશે.
વેબ કાસ્ટિંગની વ્યવસ્થા25 ફેબ્રુઆરી, 2021 ના રોજ ચૂંટણી પંચે નિર્દેશ કર્યા હતા કે જે મતદાન મથકો સંવેદનશીલ છે તે મથકોનું અથવા કુલ વિસ્તારમાં આવતા કુલ મથકોના 50 ટકા જેટલા મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા થાય. જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શી રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને.