ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

એવું કરો કે નરેન્દ્રના રેકોર્ડ એ ભૂપેન્દ્ર તોડેઃ PM મોદી - Gujarat Assembly Talala Seat

ગુજરાતમાં ત્રણ દિવસ ચૂંટણી પ્રચાર (Gujarat Legislative Assembly election 2022) માટે આવેલા વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત સોમનાથથી કરી હતી. સોમનાથ આવીને તેમણે સોમનાથ મંદિરે વિશેષ પૂજા કરી હતી. આ સાથે તેમણે અહીં ખાસ અભિષેક કર્યો હતો. આ પૂજા દર્શન કર્યા બાદ તેમણે વેરાવળમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે મતદારોને અપીલ કરી હતી કે, આ વખતે નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે એવું કરી દો.

એવું કરો કે નરેન્દ્રના રેકોર્ડ એ ભૂપેન્દ્ર તોડેઃ PM મોદી
એવું કરો કે નરેન્દ્રના રેકોર્ડ એ ભૂપેન્દ્ર તોડેઃ PM મોદી

By

Published : Nov 20, 2022, 11:47 AM IST

Updated : Nov 20, 2022, 12:06 PM IST

વેરાવળઃ ગુજરાતમાં પ્રચાર હેતું આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Gujarat BJP) સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનની શરૂઆત સોમનાથથી કરી છે. જ્યાં દર્શન કરીને તેમણે વેરાવળમાં મોટી મહાસાભા કરી હતી. જેમાં તેમણે સોમનાથ, જૂનાગઢના ટુરિઝમ, ઐતિહાસિક વારસા, બંદરથી થતા વેપાર, યુવાનોને અપીલ અને ગુજરાતની (PM Narendra Modi Veraval) ભૂતકાળની સ્થિતિ અંગે વાત કરીને મત (PM Modi Vote Appeal) અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વખતે નરેન્દ્રના તમામ રેકોર્ડ એ ભૂપેન્દ્ર તોડે, એવું કરો. વિકાસ માટે મહેનત કરવાની છે. આપના આશીર્વાદથી આ બધુ સાકાર થયું છે. સોમનાથ ચૂંટણી (Gujarat Assembly election 2022) સભાના સ્થળ પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મોદી નજીક ગોઠવાય બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ધારણા ખોટી પાડીઃગુજરાતીઓએ મહેનત કરીનેગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે. ગુજરાતમાં સાત વર્ષ સુધી દુકાળ પડે છે. હવે ગુજરાતની સ્થિતિ જુઓ, આ બધી ધારણા ગુજરાતીઓએ ખોટી પાડી છે. સૌની યોજના થકી દરેક ઘરમાં પીવાનું પાણી મળે છે. દરિયાનું પાણી મીઠું થાય તો કામે આવે. આ મીઠા પાણીથી લોકોનું આરોગ્ય સચવાય એ ચિંતા ગુજરાત સરકારે કરી છે. ગુજરાત પાસે મીઠું પકવવા સિવાય કંઈ નથી. આવું સતત આપણને કહેવામાં આવતું હતું. જે વાત અને ધારણે હવે ખોટી પડી છે. નરેન્દ્ર મોદી વિજય રૂપાણી અને ભાજપમાં જોડાયેલા તાલાલાના ઉમેદવાર ભગાભાઈ બારડ વચ્ચે સભા સ્થળ પર ગુફતેગુ જોવા મળી હતી. જેને લઈને રાજકીય લોબીમાં ચર્ચા થઈ રહી છે.

સભાનો પ્રારંભઃજય સોમનાથથી મોદીએ ચૂંટણી સભાનો પ્રારંભ કર્યો છે. મોદીએ કહ્યું કે, જે લોકો મંડપની બહાર તડકામાં આવવું પડ્યું છે તેને તકલીફ પડી રહી છે તે બદલ હું તેમની માફી માગું છું. સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણી સભા સોમનાથ મહાદેવના ચરણોથી કરી શરૂ તેનું મને ખૂબ ગર્વ છે. દરેક મતદારો મતદાન કરે તેવી અપીલ છે. નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને વિધાનસભા નહીં પરંતુ પોલિંગ બુથ જીતવાનો મંત્ર આપ્યો છે.

મત આપી ફરજ નિભાવજોઃભાજપની સરકાર બનવાનુ નિશ્ચિત છે તેમ છતાં હું મારું કર્તવ્ય નિભાવા તમને મળવા માટે આવ્યું છે તેમ પણ મત આપીને તમારું કર્તવ્ય પણ નિભાવજો. ભુપેન્દ્ર નવો રેકોર્ડ કરે તેના માટે નરેન્દ્ર કામ કરી રહ્યો છે. ગુજરાતી ખમીરે વિશ્વની તમામ ધારણાઓ ખોટી પાડીને આજે ગુજરાત વિકાસનું શિરમોર રાજ્ય બની રહ્યું છે. ગુજરાતના બંદરો અને દરિયાકિનારો ભારતવર્ષ ની સમૃદ્ધિ નું દ્વાર બન્યો છે. માછલીની નિકાસ વિશ્વના દેશોમાં પાછલા વર્ષોની સરખામણીએ બમણી થઈ છે.

પ્રવાસ ક્ષેત્રેઃસોમનાથ મહાદેવનું સાનિધ્ય ગીરના સિંહ અને વિશાળ સમુદ્ર પર્યટન ક્ષેત્રને વિકાસવંતુ બનાવવા માટે પૂરતા આગામી દિવસોમાં હજુ પણ નવા પ્રકલ્પોનું થશે લોકાર્પણ થશે. અખંડ જુનાગઢ જિલ્લો જેમાં ગીર સોમનાથ અને પોરબંદરનો સમાવેશ થતો હતો. તે ટુરીઝમને આકર્ષિત કરવા માટે પૂરતો પ્રયાસ કરેલો છે. અહીં લોકો આવે એટલે ચાવાળાથી લઈને રમકડા વાળા અને રિક્ષાવાળા સુધીના તમામ લોક કમાય, લોકોને રોજગારી મળે. સોમનાથ એક માત્ર જ્યોર્તિલિંગ હતું. એને પ્રવાસ ધામ બનાવ્યું.

રણપ્રદેશમાં રોટીઃ કચ્છના રણમાં વિકાસ કરીને ત્યાંના અનેક લોકોની રોજીરોટી ઊભી થાય એવી વ્યવસ્થા કરી છે. કચ્છના રણને ટુરિઝમનું હબ બનાવ્યું છે. હબમાં લાખોની સંખ્યામાં વિશ્વના પ્રવાસીઓ આવે છે. જેને કારણે સ્થાનિક રોજગારીની તક વધી છે. સોમનાથની અનેક વખત લૂંટવામાં આવ્યું, ધ્વંશ કરવામાં આવ્યું. પરંતુ સરદાર પટેલના દ્રઢ નિશ્ચયને કારણે આજે સોમનાથ મહાદેવ અખંડ ઉભેલું જોવા મળે છે. એ માટે સરકારે સરદારને માન આપવા માટે દુનિયાની સૌથી ઊંચી પ્રતીમા સરદાર પટેલની બનાવી છે.

મીઠું પાણીઃ સમુદ્રના પાણીને મીઠું કરીને આ વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે સરકાર પ્રયાસ કર્યા છે. આજના યુવાન પાછલા વર્ષોની મુશ્કેલીઓ ખબર નથી. તમારા વડીલોને પૂછજો, પાણી માટે કેટલીય મુશ્કેલીઓ વેઠી છે. યુવાનોને મારી અપીલ છે. વર્ષો પુર્વે સાંસદ સભ્ય માત્ર 25 ગેસ કનેક્શન અપાવવા માટે શક્તિશાળી હતા. પરંતુ આજે તમામ ઘરોમાં ગેસ પાઇપલાઇન અને સિલિન્ડર મારફતે પહોંચી રહ્યો છે. દરેક ઘરમાં નળથી જળ પહોંચાડીને છેવાડાના ગામડાની મહિલાના માથેથી પાણીનું બેડું ઉતારવાનું મને મળ્યું સન્માન.

Last Updated : Nov 20, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details