વડોદરા:ભાજપા દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે (Gujarat Assembly Election 2022) વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા બેઠક ઉપર હવે ચતુષ્કોણીય જંગ નક્કી થઇ ચૂક્યો છે. નોંઘનીય છે કે, વાઘોડિયાના (Waghodia seat of Vadodara district) મતદારોમાં વર્તમાન ધારાસભ્યને બદલવા માટે માંગ ઉઠી હતી. ત્યારે ભાજપા મોવડી મંડળ દ્વારા ઉમેદવાર બદલીને નવો આપતા મતદારો હવે ભાજપા સાથે રહેશે કે, પછી ખીસ્સાના નાણાં ખર્ચીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા ઉમેદવાર સાથે રહેશે ? તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
અપક્ષ આડકતરી રીતે ભાજપને ફાયદો કરાવશે?:વાઘોડિયા બેઠક (waghodiya Assembly seat) ઉપર ભાજપા દ્વારા ભાજપામાંથી જ ગત વિધાનસભાની ચૂંટણીમાં સસ્પેન્ડ કરાયેલા અને આ વખતે અપક્ષ ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરવા માટે બે વખત જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂકેલા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, વાઘોડિયા મતદારોના સર્વેમાં એવું સ્પષ્ટ બહાર આવ્યું છે કે, વાઘોડિયાના મતદારોને ભાજપા સામે વિરોધ ન હતો. પરંતુ, ભાજપાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે વિરોધ હતો, ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના મતદારો ભાજપા સાથે રહેશે કે, પછી અપક્ષ અથવા કોંગ્રેસ ઉમેદવાર સાથે રહેશે તે આવનાર સમય બતાવશે.
વાઘોડિયા ભાજપમાં નારાજગી:વાધોડીયાની બેઠક અંગે ભાજપામાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, ભાજપા પાસે વાઘોડિયા બેઠક ઉપર ચૂંટણી લડાવવા માટે શિક્ષીત અને જિલ્લા ભાજપા મહામંત્રી રહી ચૂકેલા ધર્મેશ પંડ્યા જેવા પણ દાવેદારો હતા. પરંતુ, ભાજપાએ વાઘોડિયા બેઠક ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખિસ્સાના નાણાં ખર્ચીને પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા અને અપક્ષ ચૂંટણી લડી જીતવા માટે કમરકસી રહેલા અશિક્ષીત ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરાવવા માટે જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી છે. ભાજપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે વાઘોડિયા તાલુકા ભાજપામાં પણ નારાજગી જોવા મળી રહી છે.
કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ગામડા ખૂંદી રહ્યા છે:જો કે, ભાજપા સમર્થક મતદારો ઉમેદવાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઇને મત આપતા હોય છે. ત્યારે વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના મતદારો જો ભાજપા દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર અશ્વિન પટેલ તરફે વોટ કરશે તો આ બેઠક ઉપર ચતુશકોણીય જંગમાં અણધાર્યું પરિણામ આવશે. કારણ કે, કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ સાસંદ સત્યજીતસિંહ ગાયકવાડને ટિકીટ આપનાર હોવાનું નક્કી છે. અને સત્યજીતસિંહ ગાયકવાડે પણ છેલ્લા કેટલાંક સમયથી વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના 127 ગામડાઓ ખૂંદવાનું શરૂ કરી દીધું છે તો ભાજપે અશ્વિન પટેલ ને મેદાને ઉતર્યા છે તો આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને ટિકિટ આપી છે. તો અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડશે તેવું માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે કોણ કોણ પર હાવી થાય છે તે આવનાર સમય જ બતાવશે.