ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

નરેન્દ્ર કે ભુપેન્દ્ર નહીં, એક વોટની તાકાત બનાવશે વિકસિત ગુજરાત: પીએમ મોદી - Vadodara PM Modi Visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, શિક્ષણ નગરીમાં ( Vadodara City Assembly Seat) મોટી સંખ્યામાં જનમેદની જોઈ મને આશીર્વાદ આપવા આવ્યા તે બદલ આપનો આભાર મનુ છું. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે, ન તો ભુપેન્દ્ર લડે છે, આ વખતે ચૂંટણી ગુજરાતની (Gujarat Assembly Election 2022) જનતા જનાર્દન લડે છે. અતૂટ વિશ્વાસનું માધ્યમ એટલે વિકાસ છે. ખૂણે ખૂણે એક જ નાદ ફરી એકવાર મોદી સરકાર ના નારા લાગ્યા છે.

વડોદરા વિધાનસભાનું ચિત્ર, જ્યાં PM મોદી અગાઉ પણ મતદારોને રીઝવવા સફળ થયેલા
વડોદરા વિધાનસભાનું ચિત્ર, જ્યાં PM મોદી અગાઉ પણ મતદારોને રીઝવવા સફળ થયેલા

By

Published : Nov 23, 2022, 7:40 AM IST

Updated : Nov 23, 2022, 7:59 PM IST

વડોદરા :ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે તમામ રાજકીય પક્ષ પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે હવાઈ માર્ગે સીધાં જ જાહેર સભા સ્થળે પોહચ્યા હતા અને જંગી જાહેર સભાને સંબોધી હતી. તેઓ દ્વારા વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાનનું સંબોધન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધન કરતા (Vadodara Pm modi Election campaign) કહ્યું કે, શિક્ષણ નગરીમાં મોટી સંખ્યામાં જનમેદની જોઈ મને આશીર્વાદ આપવા આવ્યા તે બદલ આપનો આભાર મનુ છું. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે, ન તો ભુપેન્દ્ર લડે છે, આ વખતે ચૂંટણી ગુજરાતની જનતા જનાર્દન લડે છે. અતૂટ વિશ્વાસનું માધ્યમ એટલે વિકાસ છે. ખૂણે ખૂણે એક જ નાદ ફરી એકવાર મોદી સરકાર ના નારા લાગ્યા છે. આ સભામાં સંતો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા તેઓને પણ પ્રણામ કર્યા હતા.

એક વોટની તાકાત વિકસિત ગુજરાત બનાવશે:વિકસિત ગુજરાત કોણ બનાવે છે તેવા સવાલ કરતા લોકો મોદી.. મોદી... મોદી...ના નારા લગાવવા લાગ્યા હતા. ગુજરાતને વિકસિત નરેન્દ્ર પણ નઈ બનાવે કે ભુપેન્દ્ર પણ નઈ આ ગુજરાતના એક વોટની તાકાત વિકસિત ગુજરાત બનાવશે. આ અમૃત કાળમાં ગુજરાતને કેટલી ગતિથી આગળ વધવું તે ગુજરાતના જવાનીઓના સંકલ્પ પર નિર્ભય છે. આજે યુવાઓની પેઢી બે દાયકા પહેલાં કેવા હાલ હતા, છાશવારે કરફ્યુ લાગતું હતું, આની દહેતમાં હતા. કોંગ્રેસના રાજમાં અશાંતિ, ભય, ઉછાટ વિકાસ માટે અવરોધક હોય છે. કાયદો અને વ્યવસ્થા સામાન્ય માનવીના જીવનને મળે ત્યારે વિકાસ કૂદકે ને ભૂસકે વધે છે. કોંગ્રેસના સમયમાં પોરબંદરમાં પ્રવેશતા પહેલા બોડ હતું કે, ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાની હદ પુરી થઈ.

છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમા સ્થિતિ બદલાઈ: ગુજરાત આજે મેક ઇન્ડિયાનું એક મથક બન્યું છે. વડોદરામાં હવે હવાઈ જહાજ પણ બનશે. 8 વર્ષ પહેલાં ભારત દુનિયામાં 10 માં નંબરે હતું આજે 5 માં નંબરે છે. 250 વર્ષથી રાજ કરનાર બ્રિટનને આપડે પાછળ મૂકી આગળ પોહચ્યા છીએ. હું બાળપણમાં સયાજીરાવ દ્વારા બનાવેલી શાળામાં ભણેલો છું. 20 વર્ષ પહેલાં યુનિવર્સિટીમાં અને કોલેજોમાં ધરખમ વધારો કર્યો છે આજે વડોદરા તો ઉચ્ચ ક્ષિક્ષણનું હુબ બન્યું છે. વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટી બની રહી છે. નરેન્દ્ર ભુપેન્દ્રની સરકાર વિકાસ પર ભાર આપે છે ગરીબની ચિંતા કરે છે ,મફતમાં વેકસીન આપવાની કામગીરી કરી કરી છે. ગરીબ 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છીએ. આજે પરિવારોએ ઘરનું ઘર બનાવ્યું સાથે સ્વનિધિ યોજના દ્વારા ગુજરાતમાં 3 લાખ કરતા લારીગલ્લા પથ્થરના વાળાઓને લોન આપી. સદીઓ પછી પાવાગઢ પર 500 વર્ષ પછી ધ્વજ ફરકાવી જેથી આજે હજારોની સંખ્યામાં લોકો રોજે રોજ દર્શને જાય છે અને શનિ રવિ લાખોની સંખ્યામાં પાવાગઢ જાય છે.

વિધાનસભા બેઠક ડેમોગ્રાફી

હું માંગવા આવ્યો છું: વડોદરાના લોકોએ મને મોટો કર્યો છે, આજે પણ હું માંગવા આવ્યો છું. આ વખતે મતદાનના બધા રેકોર્ડ તોડવા છે, તોડશો? રેકોર્ડ સાથે સૌથી વધારે કમળ નીકળવા જોઈએ તેવી વાત કરી હતી. ઘેર ઘેર જઇ વડીલોને હાથ જોડી કહેજો આપણા નરેન્દ્ર ભાઈ વડોદરા આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે. તેવું કહેજો તેઓના આશીર્વાદ મને મળે હું દિવસ રાત દોડતો રહીશ.

વિધાનસભા બેઠક ડેમોગ્રાફી:ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. રાજ્યના મહત્ત્વની મહાનગરપાલિકા વડોદરામાં 141 વડોદરા શહેર બેઠક (Assembly seat of Vadodara City) વિશે થોડી માહિતી લઇએ. આ બેઠકને વડોદરા શહેર-વાડી વિધાનસભા બેઠક તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી શહેર વિધાનસભા બેઠક હાલમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રધાન મનીષાબેન વકીલ (Manishaben Vakil Seat ) છેલ્લા 2 ટર્મથી ચૂંટાયા છે. આ અનુસૂચિત જાતિ બેઠક પર છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર ઓબીસી, દલિત અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે.

2017 પરિણામ

મતદારોની માહિતી -વડોદરા શહેરની શહેરવાળી વિધાનસભા અનુસૂચિત જાતિ બેઠક પર કુલ 2,72,000 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,40,811 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,32,048 નોંધાયા છે. આ બેઠક પર પાટીદાર, દલિત, ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે. આ બેઠક શહેરના મોટાભાગના વિસ્તારોને સાંકળી લે છે. વડોદરા શહેરમાં શહેરવાડી વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો દલિત, ઓબીસી અને પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઓબીસી અને દલિત મતદારો સાથે જ પાટીદાર મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.

2012 અને 2017ના પરિણામ: વડોદરા શહેર વિધાનસભા બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012 માં મનીષાબેન વકીલ (Manishaben Vakil Seat ) ભાજપ પક્ષ અને જયશ્રીબેન સોલંકી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. મનીષાબેન વકીલને 1,03,700 મત અને જયશ્રીબેન સોલંકી ને 51,811 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. 2017 માં (Gujarat Assembly Election 2017) આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી હાલના રાજ્યકક્ષાના રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન મનીષાબેન વકીલ અને કૉંગ્રેસ પક્ષના અનિલ પરમાર (Anil Parmar Seat ) આમનેસામને હતાં, જેમાં મનીષાબેન વકીલને 1,16,367 મત મળ્યા હતાં તો અનિલ પરમારને 63,984 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ખાસિયત

બેઠકની ખાસિયત-શહેર-વાડી વિધાનસભા મત વિસ્તાર મોટાભાગે પોળથી ઘેરાયેલો વિસ્તાર છે. શહેર-વાડી વિધાનસભા વિસ્તારમાં ઐતિહાસિક અને સુપ્રસિધ્ધમાં અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારનો શહેર-વાડી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ માંડવી વિસ્તાર વાડી વિધાનસભા મત વિસ્તારનું હાર્દ ગણાય છે. ચાર દરવાજા વિસ્તારમાં ઘડિયાળી પોળ અને મંગળ બજાર જેવા વિસ્તારો રાજ્યમાં વિવિધ વસ્તુની ખરીદી માટે જાણીતા થયાં છે. શહેર-વાડી વિધાનસભા મતવિસ્તાર પહેલા રાયોટિંગ માટે જાણીતું હતું.

વિસ્તારની માગણીઓ

બેઠક વિસ્તારની માગણીઓ- સમસ્યાઓ : વડોદરા શહેર વિધાનસભા બેઠક પર મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે વડોદરા શહેર વાડી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ જેમાં મુખ્ય સમસ્યા દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં આવાસો જર્જરિત હાલતમાં છે સાથે દબાણોના પ્રશ્નો પણ મોટા પ્રમાણમાં છે. સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા વધુ વિકરાળ બની છે જેનો ભોગ નાગરિકો બની રહ્યાં છે.આ મુદ્દે (Manishaben Vakil Seat ) મનીષાબેનની સીટ (Gujarat Assembly Election 2022) મુશ્કેલીમાં મૂકાઇ શકે તે હદે રોષ જોવા મળી રહ્યો છે.

Last Updated : Nov 23, 2022, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details