પોરબંદર:વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે, ત્યારે ચૂંટણી બંદોબસ્ત અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પોરબંદરમાં સુરક્ષા અંતર્ગત આવેલ જવાનોને નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં ચાર (IRB) જવાનો (IRB jawans on election duty in Porbandar) વચ્ચે બોલાચાલી થતા સામસામે ફાયરીંગ કરવામાં આવી હોવાનું પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું.
ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલ વિગત:આ ફાયરિંગમાં 2 જવાનોના મોત નીપજ્યા (Two irb jawan kill in porbandar firing) છે, જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા જેમને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલ વિગત અનુસાર મણીપુર ઇન્ડિયન રિઝર્વ બટાલિયન 1445 નંબર 3 અને નંબર 4 વચ્ચે કોઈપણ બાબત અંગે ઝઘડો થયો હતો અને સામસામે ફાયરિંગ થઈ હતી. ટુકડા ગોસા સાયકલોન સેન્ટર પોરબંદર કંપનીના કમાન્ડર લોરેન્સ મુન્ડલાલ દ્વારા જણાવેલ પ્રાથમિક માહિતી અનુસાર આરોપીના એસ ઇનાઉંચા સિંઘ દ્વારા ખુલ્લામાં પોતાની રાઇફલ એ.કે.47 દ્વારા સહ કર્મચારીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.