નવસારી: કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ સાથે દેવી-દેવતાઓના આશિર્વાદ(Blessings of Gods and Goddesses) પણ સફળતાના સોપાન સર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ચુંટણી જંગમાં (gujarat assembly election 2022) પણ ઉમેદવારો પોતાના આરાધ્યની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયાસો પણ કરતા હોય છે. પરંતુ વાંસદામાં (vasada assembly seat) પિયુષ પટેલ વિધાનસભા (piyush patel bjp candidate) ચુંટણી લડી રહ્યો હોય આદિવાસીઓએ માવલી માતાજીની પરંપરાગત રીતે આરાધના કરી હતી(Tribals worshiped Mawli Mataji in a traditional way). જેમાં પિયુષ પટેલે પણ પૂજા કરી માવલી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.
આદિવાસીઓમાં માન્યતા: પ્રકૃતિક પૂજક આદિવાસીઓ દિવાળી બાદ અન્નની દેવી માવલી માતાજીની પૂજા કરતા હોય છે, પરંપરાગત રીતે પાંચ વર્ષે એકવાર થતી માં માવલીની પૂજામાં ગામેગામના ભગતો આવતા હોય છે, આખી રાત ભગતો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપે ગાય છે. સાથે જ અન્ય લોકો આદિવાસી વાદ્ય પાવરી, તૂર, ઢોલ વગાડી પગમાં ઝાંઝર પહેરી નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે. આદિવાસી લોકગીતો અને ભજનો ગાતા આખી રાત નીકળે છે આરાધનામાં માવલી માતાજી સહિત દેવી દેવતાઓ ભગતો અને લોકોના શરીરમાં પ્રવેશ કરી પૂજા દરમિયાન આશિર્વાદ પણ આપતા હોવાની આદિવાસીઓમાં માન્યતા છે.