ગીર સોમનાથ: ગીર સોમનાથ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે, ત્યારે સોમનાથ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ મહત્ત્વની મનાય રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સોમનાથ બેઠક પર પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ સોમનાથ વિધાનસભા (gujarat elections Somnath Assembly Seat) બેઠકનું રાજકીય મેદાન શું કહે છે.
સાખની બેઠક: સોમનાથ બેઠક છે સાખની બેઠક મહત્વની ગણાતી સોમનાથ બેઠક પ્રત્યેક રાજકીય પક્ષ માટે સાખની બેઠક માનવામાં આવે છે. સોમનાથ વિધાનસભા બેઠક જીતવા માટે ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ તમામ શક્તિઓ લગાવીને બેઠક (Somnath Assembly Seat 2022) પોતાના કબજામાં રહે તેવી તનતોડ મહેનત કરી હતી, પરંતુ સોમનાથ વિધાનસભા કોઈ એક રાજકીય પક્ષનો ગઢ નહીં પરંતુ અહીં જાતિ અને જ્ઞાતિગત સમીકરણો કોઈ પણ રાજકીય આગેવાનોને વિધાનસભામાં પહોંચાડવા માટે મહત્વના બને છે. વર્ષ 2017માં અહીંથી ભાજપે પૂર્વ પ્રધાન જસા બારડને ઉમેદવાર બનાવ્યા હતા. તો કોંગ્રેસે નવયુવાન કોળી આગેવાન વિમલ ચુડાસમાને સોમનાથ વિધાનસભા (Gujarat Vidhansabha Election 2022) જીતવાની જવાબદારી સોંપી હતી. જેમાં પીઢ આગેવાન જસા બારડનો યુવાન કોંગ્રેસી આગેવાન વિમલ ચુડાસમા સામે પરાજય થયો હતો. જેથી આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહી હતી.
ત્રિપાંખિયો ચૂંટણીજંગ:બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણીજંગ ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં ત્રિપાંખિયો (Somnath Assembly Seat)જંગ ખેલાશે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સોમનાથ વિધાનસભા જીતવાને લઈને રાજકીય દાવપેચ આગામી દિવસોમાં થતા જોવા મળશે. કોંગ્રેસે પહેલેથી જાહેર કર્યું છે કે તેના તમામ વર્તમાન ધારાસભ્યોને ફરી એક વખત ઉમેદવાર બનાવવામાં આવશે. તો બીજી તરફ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં આવી રહેલી આમ આદમી પાર્ટીએ પણ સોમનાથ વિધાનસભા બેઠક પર આહીર આગેવાન જગમાલ વાળાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ માટે સોમનાથ બેઠક પરના ઉમેદવાર જાહેર કરવા ખૂબ મુશ્કેલ ભર્યું મનાય છે. આ ઉપરાંત જ્ઞાતિનું સમીકરણ જે ઉમેદવાર સાધી શકશે. તે વર્ષ 2022માં સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટણી જંગ જીતવામાં સફળ રહેશે.
ક્યા સમાજ દબદબોઃ ક્યા સમાજનો દબદબો સોમનાથ વિધાનસભા બેઠક મોટે ભાગે કોળી, અનુસુચિત અને લઘુમતી સમાજના મતદારોથી ભરેલી જોવા મળે છે. જેને લઈને અહીં શિક્ષણનું પ્રમાણ અન્ય જિલ્લાઓની સરખામણીએ આજે પણ ઓછું જોવા મળે છે. સોમનાથ વિધાનસભા બેઠક પર લઘુમતી કોળી, અનુસુચિત અને ખારવા મતદારો ખૂબ મહત્વના છે. ચાર જ્ઞાતિના મતદારો કોઇપણ રાજકીય પક્ષનું ગણિત બગાડી શકવા માટે પૂરતા છે. કોળી, અનુસુચિત અને મુસ્લિમ આ ત્રણ જ્ઞાતિના મતદારો એક સાથે આવે તો કોઈપણ ઉમેદવાર આસાનીથી ચૂંટણી જીતી શકે તેમ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં આ જ પ્રકારના જ્ઞાતિ જાતિના સમીકરણોને લઈને સોમનાથ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષોની જીત અને હાર થતી આવી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં જ્ઞાતિનું ગણિત ફરી એક વખત ચર્ચા પર જોવા મળશે. જેના થકી તમામ રાજકીય પક્ષ ચૂંટણી જંગ જીતવામાં પોતાની તમામ મહેનત લગાવતા જોવા મળશે.
ભાજપ અને કોંગ્રેસઃ ભાજપ અને કોંગ્રેસ દબદબા માટે લડશે ચૂંટણી વર્ષ 2017ની સોમનાથ વિધાનસભા બેઠક પર કુલ 2,36,083 જેટલા મતદારો (Somnath voter)નોંધાયા હતા. જેમાં 1,23,992 પુરુષ અને 1,18,925 જેટલા મહિલા મતદારોએ ભાજપના દિગ્ગજ અને કોંગ્રેસના નવયુવાન ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કર્યો હતું. જેમાં કોંગ્રેસના વિમલ ચુડાસમા (Somnath MLA Vimal Chudasma) ભાજપના દિગ્ગજ જસા બારડનો 20,450 મતથી (BJP Jasa Barad) પરાજય આપ્યો હતો. તેમજ ભાજપના દબદબા વાળી બેઠક ફરીથી કોંગ્રેસના પક્ષમાં લાવીને જાયન્ટ કિલર સાબિત થયા હતા.