ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

મોદીની સભામાં સાપ નીકળતા મચી દોડધામ, પોલીસે કર્યું રેસક્યુ - Police Rescue Snake

Gujarat Assembly Election 2022: જંબુસરની સભામાં વડાપ્રધાનના આગમન પહેલાં સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી. લોકોને ભયના મારે ખુરશી પર ચડી જવાની ફરજ પડી હતી. Snake spread fear in Pm modi Camaign

Gujarat Assembly Election 2022
મોદીની સભામાં સાપ નીકળતા

By

Published : Nov 21, 2022, 6:28 PM IST

ભરૂચ: જંબુસર ખાતે આજે વડાપ્રધાનની ચૂંટણી સભા (Pm modi Jmbusar Election Camaign) યોજાઈ હતી. જોકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી જવા પામી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. (Snake spread fear in Pm modi Camaign) સાપની નજીકમાં જ ખુરસી પર બેસેલા બાળકને એક પોલીસકર્મીએ ઉઠાવી લીધો હતો અને ત્યાંથી સહીસલામત જગ્યાએ ખસેડ્યો હતો.

મોદીની સભામાં સાપ, પોલીસે કર્યો રેસક્યુ

પોલીસ જવાને બહાદુરી:આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ દોડી આવ્યાં હતા. લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાપે દેખા દેતાં થોડીવાર માટે લોકોની બૂમાબૂમથી માહોલ ગરમાયો હતો. લોકો ખુરસીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કર્યો હતો. સભા મંડપમાં સાપ નીકળતાં અંતે એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યુ (Police Rescue Snake ) કરી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસે કર્યો રેસક્યુ:પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવી લીધો હતો. પોલીસ જવાને સાપને પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે . ત્યારે તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર ચારકોને મેદાને ઉતાર્યા છે . ભાજપ તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાની સંભાળી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી છે. Gujarat Assembly Election 2022

ABOUT THE AUTHOR

...view details